________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨ સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
--- તેમ તેમ મન ઉપર કાબુ ઘટતા જાય છે. કસરત, પ્રાણાયામ વગેરે વડે વીર્યનું સંરક્ષણ કરવામાં આવે છે તે કામેચ્છાઓ સ્વતઃ દબાઈ જાય છે અને તેને શનૈઃ શનૈઃ નાશ થઇ જાય છે. શારીરિકબળને કસરત વગેરે કરી સાચવવું જોઈએ. કસરત વગેરે વડે શરીરમાં ઉત્પન્ન થનાર વીર્યને શરીરમાં શમાવી દેવું જોઈએ કે જેથી તેને વિકાર થાય નહિ. શારીરિક બળ વિના ધાર્મિક ક્રિયાઓમાં મન સ્થિર રહેતું નથી અને તેમજ શારીરિક કસરત વિના દરરોજ અપ્રમત્તપણે ધર્મારાધના થઈ શકતી નથી. શારીરિક બળ વિના મનમાં ઘણું વિચારે કરવાથી મન થાકી જાય છે અને શારીરિક પ્રવૃતિ સારી રહેતી નથી. ગૃહસ્થાવાસમાં જેઓએ કસરત કરીને શરીરને કહ્યું છે તેઓ સાધુ થાય છે તે તેમની પ્રકૃતિ સારી રહે છે અને ધર્મપ્રવૃત્તિમાં શારીરિક બળને વાપરવાને શક્તિમાન થાય છે. શ્રીવીરપ્રભુના પિતાશ્રી સિધ્ધાર્થ રાજા દરરોજ કસરત કરતા હતા તેથી તેમને ત્યાં વિરપ્રભુને જન્મ થતાં શ્રીવીરપ્રભુ ચારિત્ર પાળવાને તથા પરિષહ સહન કરવાને શક્તિમાન થયા હતા. અનન્ત બળના સ્વામીને પણ જેનું શારીરિક બળ તથા નૈતિક બળ સારું હોય છે ત્યાં જન્મ લેવો પડે છે એમ નિમિત્ત કારણની અપેક્ષાએ કથી શકાય છે. નિમિત્ત કારણ વિના કાનની સિદ્ધિ થતી નથી. શારીરિક બબ બિન દર પાવીને ઉપનિબૂત રોનિક બળની વૃદ્ધિ અર્થે પ્રયત્ન કરવાની આવશ્યક્તા અવધવા યોગ્ય છે. શારીરિક બળ વધારીને માનસિક બળ ખીલવી આત્મિક ધમને પ્રકાશ કરવો જોઈએ. શારીરિક બળને સાત્વિકાહારથી સંરક્ષવું જોઈએ. જેનોએ શારીરિક બળ ખીલવવા સબંધી ધ્યાન દેવું જોઇએ.
મનેબલ, મનમાં કામભોગને વિચાર કરવાથી વીર્યને નાશ થાય છે અને તેથી શારીરિક તથા માનસિક બળ નષ્ટ થાય છે. માનસિક બ્રહ્મચર્ય બળવાન હોય છે તે તેની અસર શરીર૩ર થાય છે અને તેથી શારીરિક વયની રક્ષા થાય છે. વાનમાં બે જાતનાં ટોળાં દેખવામાં આવે છે. વાનર ટોળામાં સવ વાનરાએ હોય છે તેમાં કોઇ વાનરી રહેતી નથી, બીજ વાનરીનું
For Private And Personal Use Only