________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલના વિચારો.
૫૧૧
અન્તરંગ અને બાહ્યથી કઈ વિરલા પાળતા દેખાય છે. સાધુથી જુદા પડેલા શિષ્યોને ગામડાના શ્રાવકો અને અન્ય સંઘાડાના સાધુઓ સંગ્રહે છે તેથી ગુરૂઓના તાબામાં સ્વચ્છન્દી શિષ્ય સાધુઓ રહેતા નથી અને આ પ્રમાણે સ્વદતા વધતી જવાથી વિનય આજ્ઞા અને આરાધકપણું દરેક સંધાડામાં ન્યૂન થતું જાય છે. ગુરૂથી જજુદા પડેલા રિળ્યો પિતાના ગુરૂની નિન્દા કરી પિતાની નિર્દોષતાને ભોળા શ્રાવક આગળ જાહેર કરે છે અને તેનું પરિણામ ખરાબ આવે છે. ગુરૂઓ પ્રથમ શિષ્યને તેમની વિનય અને આજ્ઞાની ફરજો સમજાવતા નથી અને કદાપિ સમજાવે છે તો પણ અપાત્ર સાધુ શિષ્યને અસર થતી નથી. પિતાના ગુરૂની આજ્ઞામાં રહેનાર સાધુઓ ઉદ્ભવે એવો આગના આધારે ઉપદેશ આપવાની જરૂર છે. ગુરૂની આજ્ઞાપાલક અને વિનય કરનારા શ્રાવક તથા સાધુઓ વિરલા દેખવામાં આવે છે, અને તેથી જૈનશાસનની હાનિ થાય છે. વિનય, ભક્તિ અને આજ્ઞાપાલન આદિ ગુણો ઘટવાથી ભવિષ્યના જેને ઉત્તમ વારસો આપી શકાતો નથી. ભવિષ્યને આધાર વર્તમાન ઉપર રહેલું છે તે ભૂલવું ન જોઈએ. અશ્રાવકો રહેવાથી અને ગુરૂની શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞાપાલન આદિ ગુણો વિના જૈન કોમની પડતી થાય છે અને જો વર્તમાનમાં ચગ્ય ઉપાયો લેવામાં નહીં આવે તો જૈન કેનની હાનિ થશે તેને દોષ વર્તમાનમાં વર્તતા એવા આચાર્યો, વાચક અને સંવાડાના નાયકના શિર છે. ગુરૂપર શ્રદ્ધા, ભકિત અને વિનય વિના કદિ શિખોની ભૂતલમાં ઉન્નતિ થઈ નથી. વર્તમાનમાં થતી નથી, અને ભવિષ્યમાં થનાર નથી.
શરીર બળ શારીરિક બળ વિના માનસિક બળ વૃદ્ધિ પામી શકતું નથી. શારીરિક બળથી માનસિક બળ ટકાવી શકાય છે. શારીરિક બળ ઘટતાં મનના ઉપર બરાબર કાબુ રાખી શકાતું નથી તેમજ મનમાં અનેક પ્રકારની અશુભેચ્છાઓ પ્રગટે છે. શારીરિકબળને વર્યાનુિં સંરક્ષણ કરી સાચવવામાં આવે છે તે વિષય ભોગની ઈચ્છા ઘટી જાય છે. રામમૂર્તિ સેન્ડા વગેરે કસરતબાના દાખલાઓ આ બાબતમાં મેજુદ છે. વીર્યની જેમ જેમ હાનિ થાય છે,
For Private And Personal Use Only