________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
* *
*
*
*
*
સાનુકુલત્વથી વા પ્રતિકૂલત્વથી આત્માને રાગદ્વેષના પરિણામની અસર થાય નહિ. રાગદેષના પરિણામની અસર પિતાને કઈ કઈ વસ્તુઓના સંબંધથી થાય છે, તેને ઉપયોગ કરીને અપ્રમત્ત રહેવાની આન્તરિક ભાવના ભાવવી જોઈએ. બાહ્ય વસ્તુઓના સંગમાં પ્રતિકૂલ અને સાનુકૂલત્વ ન ભાસે અને શારીરિક સંબંધે બાહ્ય વસ્તુઓની ઉપયોગિતા અવબોધાય પણ તેમાં બંધાવાનું ન થાય એવી આધ્યાત્મિક ઉચ્ચદશામાં સતત જીવન વહે એવી અધ્યાત્મચારિત્રદશાને અન્તર્મ ઉપગ રાખ અને તે પ્રમાણે વર્તવા ખાસ કાળજી રાખ. આત્માનો અને જડનો ધર્મ ભિન્ન છે માટે જડ ધર્મને આત્મામાં આપ ન ભાન. જડ ધર્મ એ આત્માનો ધર્મ નથી એવો ઉપયોગ ધારણ કરીને આત્માના શુદ્ધધર્મમાં રમણતા કર. ધર્મનાં પારમાર્થિક કાર્યો કરતાં છતાં રાગદેષથી મુંઝાઈ ન જવાય એ ઉપયોગ ધારણ કર. સ્વાધિકાર પ્રાપ્ત કરણીય એવાં આવશ્યક સ્વપર કાર્યો કરતાં અહંવૃત્તિમાં લીન ન થવાય એ ઉપગ ધારણ કર. હાલ તું જે જે ધર્મપ્રવૃત્તિ કરે છે અને ભવિષ્યમાં જે કરશે તે સંબંધી અહંવૃત્તિથી નિર્લેપ રહી જીવનદશા ગાળ. દુનિયા તારૂં બાહ્યાચરણ દેખી શકશે પણ આતરિકદશાને તે સાક્ષાત્ દેખશે નહિ. પોતાની આતરિક શુદ્ધદશા વિશેષ પ્રગટાવવા પ્રતિદિન પ્રવૃત્તિ કર અને દેષ થાય તેનું પ્રતિક્રમણ કર
સાવિષય. ધર્મમાં સદાકાલ ચોલમછઠની પેઠે રંગ લાગી રહે તે મનુષ્ય અલ્પભવમાં પરમાત્મપદ મેળવી શકે છે. દેવગુરૂધમની પૂર્ણ શ્રદ્ધા વિના આત્માને ગુણેને પ્રકાશ થઈ શકતું નથી.
આ કાલમાં અજ્ઞમૂઢ અને અલ્પજ્ઞ જીવોની ગુરૂપર પૂર્ણ પ્રીતિ રહેતી નથી. જૈનેમાં ગુરૂતત્ત્વ સંબંધી શ્રદ્ધા શિથિલ થતી જાય છે. એક વખત એક નામને જૈન ગુરૂને વાંદે નમે બાપજી બાપજી કરે અને તેને અન્ય કોઈ ભરમાવે એટલે પાછો ફરી જાય આ પ્રમાણે શ્રાવકોમાં પ્રાયઃ પચ્ચાસ ટકા એવા ગારના ખીલા જેવા શ્રાવકે દેખાય છે વા તેથી અધિક દેખાય છે એમ કહીએ તે પણ ચાલી શકે તેમ છે. સાધુશિષ્યોમાં પણ ગુરૂની આજ્ઞાને
For Private And Personal Use Only