________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૦૦
કરણીમાં આનંદ લેવાને છે અને તે પ્રમાણે વર્તીને કાગી થવાને તને અધિકાર છે.
અધ્યાત્મજ્ઞાનવડે તું અત્તમ ઉપગ ધારણ કરીને અશુદ્ધ વિચારોને આવતાજ પાછા હઠાવ. અધ્યાત્મજ્ઞાનના ઉપયોગથી સર્વ જીવોની સાથે સમરસી બનીને વતન ચલાવ. ઉપદેશ દેતાં, ચાલતાં, ખાતાં પીતાં, લખતાં વાંચતાં અને વાતચિત કરતાં અધ્યાત્મજ્ઞાનેપગે સમરસભાવે અન્તમાં પ્રતિ કર. બાહના અધિકારભેદે અનેક કાર્યો કરતાં છતાં અન્તમાં સમભાવ ધારણ કર. સ્વકર્તવ્ય કાર્યો કરતાં હેને અંતમાં અધ્યાત્મરસપરિણતિ જે જે વખતે ન વહેતી હોય તે સંબંધી પશ્ચાત્તાપ કરીને અધ્યાત્મપરિણતિ રહે એ અભ્યાસ સેવ.
બાઘથી ધાર્મિક પ્રવૃત્તિની સાથે અન્તથી ધાર્મિક નિવૃત્તિને પ્રગટભાવ કર્યા કર. આન્તરિક ધર્મ નિવૃત્તિની સેવનાથી બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ કરતાં મુંઝાવાનું થતું નથી એવો અંશે અંશે અનુભવ આવે છે. અધ્યાત્મજ્ઞાનની ભાવનાથી મન, ઈન્દ્રિયો અને શરીરપર શાન્તરસની અસર ઉત્પન્ન કર. દ્રવ્યાનગનાં શાસ્ત્રના જ્ઞાનવડે આત્માનુભવપ્રકાશ ખીલવવા દરરેજ વિશેષ પ્રકારે ઉપયોગ ધારણ કર અને સ્વકર્તવ્યમાં સદા તત્પર થા.
અપ્રમત્તદશામાં રહ્યા વિના આત્માના ગુણની શુદ્ધિ થતી નથી. રત્નત્રયીના ઉપયોગ વડે અપમાદશામાં રહીને આત્માની વિશુદ્ધિ કરવી એજ પરમ કર્તવ્ય ખાસ લક્ષ્યમાં રાખ. જેટલી ઉપાધિ વધારીશ તેટલી વધશે અને જેટલી ઉપાધિ ઘટાડવામાં આવશે તેટલી ઘટશે એમ ખાસ ઉપયોગ ધારણ કર અને નિરૂપાધિદશામાં આગળ વધવા પ્રયત્ન કર. જે જે બાહ્ય વસ્તુઓ, મનમાં રાગદ્વેષને અસર કરે છે અને આત્માને આસ્રવ કારણભૂત થાય છે. તે તે વસ્તુઓના સંબંધમાં ખાસ ધર્માર્થકારણ વિના આવવું ગ્ય નથી. આત્માની ઉચદશા હજી એટલી બધી કરવી જોઈએ કે બાહ્ય વસ્તુઓના
For Private And Personal Use Only