________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
સંવત્ ૧૪૮ ની સાલના વિચારે.
* '' '''''''
જે જે બાબતોને નિશ્ચય કરવો હોય તેની ચારે તરફના હેતુઓની અપેક્ષા જણવી જોઈએ. અંધશ્રદ્ધાથી હાજી હા કરીને મીયાંને ચાંદેચાંદ કરવાથી વિચારશકિત ખીલતી નથી અને વિચારમાં પરના દોરાયેલા સદા સહેવું પડે છે. માટે હેતુઓ વડે કોઈપણ બાબતને નિર્ધાર કરવા પોતાના આત્માને પ્રયોજવો જોઈએ કે જેથી અનેક હેતુઓની અપેક્ષાના અવબોધવી પદાચ - નિર્ણય સંબંધી વિચારશક્તિ ખીલતી જાય.
આગમને યુક્તિવર્ડ પરીક્ષવા અને વસ્તુતત્ત્વને બેધ કરવા પ્રયત્ન કરે. અતીન્દ્રિય પદાર્થોના નિર્ણય શ્રદ્ધાની અત્યંત આવશ્યક્તા છે. નિગોદ, દેવલોક, નરક વગેરેને શ્રદ્ધાવડે અવબોધ કરે. શ્રી સર્વપ્નની વાણીથી પ્રતિકૂલ તર્કો કરવાથી આત્મહિત થઈ શકતું નથી. શ્રી સર્વજ્ઞનાં વચનની સિદ્ધિના અનુકૂળ તર્કો અને શ્રદ્ધાથી આત્મહિત કરવા સદા પ્રયત્ન કરવો જોઈએ.
આગમના પ્રચારવડે જે સદનાનનો પ્રકાશ પડે છે તે અન્યથી પડી શકતો નથી. આગમેને પ્રચાર કરનારને નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આગમોની પ્રચારનું અને તેનું રક્ષણ એજ આગની ખરી ભક્તિ છે. આ કલિકાલમાં આગમને આધાર છે. આગ પ્રતિ બહુમાન ધારણ કરવાથી અને આગમોને ઉદ્ધાર કરવાથી તીર્થકરની ભક્તિ કરી એમ કથી શકાય છે. આગમોથી વિરૂદ્ધ ઉપદેશ ન દેવ અને આગમો પ્રતિ જગતની પ્રીતિ થાય એ સદુપદેશ દેવાથી મનુષ્ય તીર્થંકરનામ પ્રાપ્ત કરે છે. આગમોનું રક્ષણ અને ભક્તિ કરવાથી દુનિયાનું રક્ષણ અને દુનિયાની ભક્તિ કરી એમ નિશ્ચય થાય છે. કારણ કે આગમથી દુનિયામાં ધર્મનું રક્ષણ થાય છે.
શુભ તેજની આશા ધરી અંધકારમાંહી. ચાલવું, ચાલ્યા જવું આશા ધરી દુ:ખી જીવન પણ ગાળવું; આશા છવાડે પ્રાણને શુભ યત્નમાં પ્રેરે ઘણું, આનન્દમય જીવન સદા થાઓ ખરૂં એવું ભણું. દષ્ટિ અને દષ્ટા સદા આનન્દમય વર્તી રહે, આનન્દા કલ્લેબમાં જે દશ્ય છે તેવું વહે;
For Private And Personal Use Only