________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૦૩
વસાયે પ્રગટે છે અને તેથી પુણ્ય પ્રકૃતિને ચારઠાણુ રસ પડે છે અને પાપ પ્રકૃતિને ચારઠાણ રસ ટળે છે અને બે ઠાણુ બંધાય છે. બાહ્ય પદાર્થોની જેમ જેમ મુન્દ, મજૂતર અને મન્દતમતા થાય છે તેમ તેમ આત્માના અપૂર્વ ઉજવલ અધ્યવસાયો પ્રગટે છે અને આત્માનું શુદ્ધવીર્ય સ્કુરાયમાન થાય છે અને તેથી આત્માની દશામાં ઉચ, ઉચ્ચત્તર અને ઉચ્ચતમતા, વધતી જાય છે અને તે પોતાના અનુભવમાં આવે છે. નિષ્કામ દશાએ ધાર્મિક પ્રવૃત્તિ અને નિવૃત્તિ બાગમાં વહેનારાઓને પૂર્વ અધ્યવસાયની અપેક્ષાએ શુદ્ધતા, શુદ્ધતરતા અને શુદ્ધતમતા વધતી જાય છે અને તેને અનુભવ પિતાને ભાસે છે.
ત્યાગી વૈરાગી ગીતાર્થ સાધુઓની સંગતિથી અશુભ વિચારેને નાશ થાય છે તેમજ અશુભાચારને નાશ થાય છે તેથી ગીતાર્થ સાધુઓ જંગમ તીર્થ ગણાય છે. સાધુ તીર્થની ઉપાસના કરવાથી મોહને વિકાર ટળે છે. જેની વાણી કાયા અને મનમાંથી મોહનો વિકાર ટળ્યો છે એવા જ્ઞાની સાધુઓના દાસ બનવામાં જે સુખ છે તે ઇન્દ્રાણીઓના પતિ બનવામાં પણ સુખ નથી. ઉપાધિરહિત સાધુ મહારાજાઓ જે શાન્તિનો અનુભવ લે છે તેની ગંધ પણ ઉપાધિના કીટક બનેલા ગૃહસ્થને આવતી નથી. આત્માના વિચારોની શ્રેણિ પરંપરામાં ચઢેલા એવા મુનિયે સ્વયંતીથી છે અને તે ગામોગામ ફરીને પૃથ્વીને પવિત્ર કરીને તે આર્યોની આયે. તેનું સંરક્ષણ કરે છે. આત્માના સ્વરૂપમાં લીન બનેલા મુનિવરે જ્યાં ત્યાં તીર્થો ઉત્પન્ન કરી શકે છે. જેનામાં આત્મતીર્થને અંશે અંશે પણ આવિર્ભાવ થયો છે તે મનુષ્ય તીર્થની તીર્થતા અવબોધવા શક્તિમાન થાય છે. પિતાનામાં જે તીર્થ દેખે છે તે અન્યમાં તીર્થ અવેલેકે છે. અન્યમાં તીર્થ અવલોકે છે તે પોતાનામાં તીર્થવ અવલોકે છે. જે ઉપાદાન તીર્થ જાણે છે તે નિમિત્ત તીર્થ જાણે છે. જે ભાવતીર્થ અવધે છે તે દ્રવ્યતીર્થ જાણે છે. ભાવતીર્થને અવધવા શક્તિમાન થાય છે. સાત નય અને ચાર નિપાથી તીર્થની તીર્થતા અવધતાં તીર્થને ખરે વિવેક જાગ્રત થાય છે. જે તીથ અને તીર્થકરને વ્યવહાર નિશ્ચયથી સંબંધ જાણે છે તે સર્વ
For Private And Personal Use Only