________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
***'^^
^^^^^ “.”—
સાપ ઘર મા એ સૂત્રનું અનુકરણ કરીને પિતાની જીંદગીને સુખમય કરી શકાય છે અને તેના સ્મરણથી તેનો અર્થ હૃદયમાં ગંભીરતા ઉત્પન્ન કરે છે અને ખરૂં હૃદય સુધારવા ઉપરનું સૂત્ર પરમાત્માના સંદેશાને પ્રાપ્ત કરે છે. સાગરની પિડે ગંભીર થવું એજ પ્રથમ ધર્મની ચોગ્યતા પ્રાપ્ત કરવા માટે સમજવું. “સાગર વર ગંભીર ” એ સૂત્રનું ચારિત્ર્યની અભિવૃદ્ધિ અથે સદાકાલ શરણ હો. સાગર વર ગંભીર મનુષ્યોને કરોડો વખત નમન હો અને તેમનું સ્મરણ થાઓ.
કોઈપણ ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય કે તુત તે ઇચ્છા કેવા પ્રકારની છે, તેનું શું પરિણામ આવશે તેને ઉપાદેય બુદ્ધિથી વિચાર કરવો. જે ઈચ્છાથી આમાના ગુણેની વૃદ્ધિ ન થાય અને સંતેષરૂપ ફળ અત્તે ન જણાય તેવી ઈચ્છાને ઉત્પન્ન ન થવા દેવી એ આત્મ વીર્યનું અને વિવેક બુદ્ધિનું કામ છે. જે પ્રાપ્તવ્ય છે તે આત્મામાં છે અને તે આત્માથી ભિન્ન નથી. આ પ્રમાણે અવબોધતાં અધિકાર પરત્વે ઉત્તમ ઈચ્છા થવાની અને તેથી ઉત્તમ ફલ પ્રાપ્ત થવાનું એમ અનુભવીઓ અધિકારભેદે અવધી શકે છે. નામ અને રૂપના અભિમાનથી અનેક ઈચ્છાઓ પ્રગટે છે અને તેવી વાસનાઓથી મુક્ત થવાતું નથી અને તેથી નિષ્કામપણે પ્રવૃત્તિ ન થવાથી સ્વાર્થને કીટક હૃદયના ગુણને ફોલી ખાય છે. નિષ્કામ પ્રવૃત્તિ વિના મન વાણી અને કાયામાં શુભ વીર્યનું ફરવું થતું નથી. મન, વાણી અને કાયાની નિષ્કામ પ્રવૃત્તિમાં એવું બળ રહે છે કે જેથી પ્રવૃત્તિ કરનાર અન્યનો દાસ બની શકતો નથી અને અન્યોના હૃદયમાં પિતાનું હૃદય ઉતારી શકે છે. સ્વાર્થની ઇચ્છાઓ કે જે ઇચ્છાઓમાં મોહનું સામ્રાજ્ય અને એકલપેટાપણું છે તેવી ઇચ્છાઓના તાબે થવાથી જગતના દાસ બનવું પડે છે માટે મનમાં ગમે તેવી ઇચ્છાઓ કર્યા ન કરવી. ઈચ્છાઓથી મન વાણી અને કાયામાં વિર્યની ચંચલતા થાય છે અને તેથી પ્રવૃત્તિ ચક્રમાં પડવાનું થાય છે. ઈરછાઓને વારી ન શકાતી હોય તો અશુભ ઇચ્છાઓને બદલે હૃદયમાં શુભેરછાઓ પ્રગટાવવી કે જેથી અને આમા પુણ્યના ભેગે દેવ, ગુરૂ, ધમની સામગ્રી પ્રાપ્ત કરવાને લાયક બની શકે. બાહ્ય પદાર્થોની જેમ જેમ ઇચ્છાઓ મન્દ પડે છે તેમ શુભાબ
For Private And Personal Use Only