________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૪૮
વિશ્વાસ નહિ ધારણ કરનારાઓ પણ સામાન્ય બાબત પર વિશ્વાસ મૂકે છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી તેમનું જીવન જોતાં જણાય છે. દુનિયાનાં દરેક કાર્યોમાં વિશ્વાસની તે ખાસ જરૂર છે.
જ્યાં રહેવાથી પોતાના આત્માની શુભ ભાવના ન રહે તે સ્થાન ત્યજીને અન્યત્ર ગમન કરવું. જે દેશના વા જે ગામના લોકો વિશેષ સદ્ગણી હેય ત્યાં વાસ કરવો. જેના વિચારે અને જેના શબ્દો વડે આત્મામાં શીતલતા ઉત્પન્ન થાય તેની પાસે રહેવું જોઈએ. જે દેશના લેકમાં ઈર્ષ્યા અજ્ઞાન વગેરે દોષો ઘણા હોય તે દેશમાં વાસ કરવાથી આત્મહિત થતું નથી. જેની પાસે વસવાથી રાગ દેપ કલેશ વૈર વધે તેને ખમાવીને તેનાથી દૂર રહેવું. જે મનુષ્ય પિતાના ગુણ ન જાણી શકે અને તે જ પિતાના ગુણેને પણ અવગુણ તરીકે ગ્રહણ કરે એવા મનુષ્યોથી દૂર રહીને સતપુરૂષોની સંગતિ કરવી, જે મનુષ્ય શાના બાધ ન ઝીલી શકે અને પોતાને કદાગ્રહ આગળ કરે તેની સામે માથાકુટ કરવાથી કંઈ ફાયદો થતો નથી. જે મનુષ્યોના સંસર્ગથી લાભ થાય વા મનુષ્યને પોતાના સંસર્ગથી લાભ આપી શકાય એવી રીતે સ્વકીય પ્રવૃત્તિ કરવી. અન્યથા પ્રવૃત્તિની નિવૃત્તિ વડે આત્માના ધ્યાનમાં રહેવું એજ વધુર કલ્યાણકારક માર્ગ છે. જે મનુષ્યની પિતાની વાણપર પૂર્ણ શ્રદ્ધા ન હોય તે મનુષ્યોની આગળ બોલવાથી ફાયદો થતો નથી. જે સ્થાનમાં રહેવાથી આત્માને અધ્યવસાયની શુદ્ધિ થાય તે સ્થાનમાં વાસ કરવો. જે સ્થાનમાં રહેવાથી અશુભાધ્યવસાયે ઉત્પન્ન થાય તેને ત્યાગ કરવો. આત્માના અધ્યવસાયની ઉજવલતા થાય તે જ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે. જે મનુષ્યો પિતાની પાસે રહેવા છતાં પિતાના ગુણે તરફ દષ્ટિ ન હોય, ગુણોને રાગ ન હોય અને દેષ દૃષ્ટિવાળા હોય તેવાઓને પાસે ન રાખવા, કારણ કે તેઓથી પિતાને કંઈ લાભ થતો નથી અને તેઓને કંઈ લાભ આપી શકાતો નથી. જે મનુષ્પો દૂર વસતા હોય વા પાસે વસતા હોય પરંતુ ગુણાનુરાગી અને મધ્યસ્થ હેય તેઓને દૂર રહીને વા તેઓની પાસે રહીને પિતાનાથી બનતે લાભ આપ એજ એમ માર્ગ છે. સામાન્ય મનુષ્યો પાસે આવનારા સર્વને સરખા ગણીને
For Private And Personal Use Only