________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૯૭
ક
પ
કે
છે
——- ":'-:
વિશ્વાસથી વર્તનારા મનુષ્યો દુનિયામાં અલ્પ સંખ્યાવાળા હોય છે. એકસરખી શ્રદ્ધાવાળા મનુષ્યનું હૃદય ઓર પ્રકારનું હોય છે. એક સરખી શ્રદ્ધાવાળા મનુષ્ય વિશ્વાસ્યમાં એકનિષ્ટ રહી શકે છે. અજ્ઞ નાદાન વણિક વૃત્તિવાળા સ્વાથી મનુષ્યોને કોઈ પણ શ્રદ્ધેયમાં એકસરખે વિશ્વાસ રહી શકતું નથી. વિશ્વાસને ઘાતક અને હૃદય લેઈને પલકમાં હૃદયનો ઘાત કરનારા મનુષ્યો સૂમમાં તે સિંહ વગેરેની વૃત્તિ જેવા હોય છે. જ્યાં જાય ત્યાં કળાથી વાત કઢાવી લેનાર મનુષ્યના ઉપર કદી વિદ્વાનોએ વિશ્વાસ મૂકવે નહિ અને તેમજ તેણે આપેલા વિશ્વાસ વચનની એકદમ શ્રદ્ધા કરવી નહીં. સત્તા, પદવી, મોટાઈ, લક્ષ્મી અને વિદ્યાધારક મનુષ્યની પરીક્ષા કર્યા વિના વિનવાસ કરે નહિ. બિલકૂલ અકેળવાયેલા મનુષ્ય પર જેટલો વિશ્વાસ મૂકી શકાય તેટલે અર્ધદગ્ધ કેળવાયેલા મનુષ્યો પર વિશ્વાસ મૂકી શકાય નહિ એવું અનુભવથી અવલોકાય છે. ભક્તો અને શિષ્યોમાં પણ વિશ્વાસ્થ શિષ્ય ભકતે તે વિરલા મળી આવે છે. એક સરખી શ્રદ્ધાની ટેક ધારનારા મનુષ્યો તો રત્નની પડે દુર્લભ જણાય છે. જેની હેલે બેસે તેનાં ગાણું ગાનારા સ્વાર્થ સાધક મનુષ્યોને વિશ્વાસ ન કરવો જોઈએ. મનુષ્યના વિચારની ટેક જે સદાકાલ આચારમાં ઉતરતી હોય તે પરીક્ષા કરીને તેના ઉપર વિશ્વાસ રાખવો ઘટે છે. જે મનુષ્ય ઉપર વિશ્વાસ મૂકેવો હોય તેની મનઃ વાણી કાયાનું વર્તન ભૂતકાલમાં કેવું હતું અને વર્તમાનમાં કેવું છે તેની પરિપૂર્ણ તપાસ કરવી પશ્ચાત તેના ઉપર વિશ્વાસ રાખીને હૃદયની ગ્યતા પ્રમાણે હૃદયની વાત દેવી. પિતાના ઉપર જાણે પરિપૂર્ણ વિશ્વાસ હોય એવી રીતે કેટલાંક મનુષ્યો વતે છે અને પક્ષમાં તેમનું હૃદય અને દેહ જૂદા પ્રકારની ચેષ્ટા કરે છે. વિશ્વાસના ઘાતકે ખરેખર મનઃ સૃષ્ટિના ચંડાલો છે એમ જાણવું. સ્વાર્થથી ધારેલો વિશ્વાસ વા શ્રદ્ધા એ કદી ખરા વખતે અને ખરારૂપે સદાકાલ રહેતી નથી. જે મનુષ્ય ગુરૂઓને બદલતે હોય, ઘડી ઘડીમાં આચાર વેષને બદલતો હોય તેના ઉપર વિશ્વાસ રાખવો નહિ. અંધ, ફાણો, ટુંકે અને વાણિયાને પૂણ પરીક્ષા કર્યા વિના વિશ્વાસ રાખવો નહિ, કારણ તેઓના હૃદયની કોઈ બાબતમાં એક સરખી નિષ્ઠા રહેતી નથી. વિશ્વાસને ઘાત ન કરનાર હોય અને વચનનો ટેકીલો હોય એવા ચંડાલના વચન ઉપર પ્રતીતિ રાખવી પણ જેના ચિત્તનું અને વચનનું ઠેકાણું ન હોય અને એક સરખી શ્રદ્ધાવાળે ન હોય એવા ઉત્તમ ફળવાળા મનુષ્ય ઉપર વિશ્વાસ રાખવો નહિ. દરેકના મુખે જુદી જુદી વાત કરનાર
68
For Private And Personal Use Only