________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
સંવત્ ૧૮૬૦ ની સાલના વિચારે.
-~-~~-~~~-~
પ્રતિ નીતિના આધારે વતી શકાતું નથી. કેઈના આચારે અને વિચારે જો ધર્મથી વિરૂદ્ધ હોય તે તેને ઉપદેશ આપવો જોઈએ. પિતાના પ્રતિસ્પર્ધિઓ અને પ્રતિપક્ષીઓ સામું અશુભવૃત્તિથી જેવું નહિ તેમજ તેમની કાળી બાજુ જેવી નહિ અને તેમનું અશુભ ઈચ્છવું નહિ એજ પિતાની ઉચ્ચ છંદગી કરવાને મુખ્ય ઉપાય છે. કોઈનું પણ શુભ ઇચ્છવું અને તે આચારમાં મૂકી બતાવવું એવું જ પિતાના આત્મામાં બળ પ્રગટાવવા પ્રતિદિન અભ્યાસ કરવાની ટેવ પાડવી. પાંચમા આરામાં વિચારની સાથે આચારમાં પ્રવૃત્તિ થાય એમ એકદમ બનવું મુશ્કેલ છે, માટે જાણેલું આચારમાં મૂકવાની ટેવ પાડવી. જે મનુષ્ય ઉચ્ચ અધ્યવસાય કરે છે તેઓ પરમાત્માની પાસે ગમન કરે છે એવું હૃદયમાં અવબોધીને કેઈના સંબંધી અશુભાધ્યવસાય ન કરતાં આત્માના શુદ્ધાધ્યવસાયની પ્રાપ્તિ માટે સદાકાલ લક્ષ દેવું. આત્માના શુદ્ધ અધ્યવસાયોથી આત્માના અસંખ્ય પ્રદેશની ચંચલતા ટળે છે.
ગૃહસ્થ દશા કરતાં સાધુની અવસ્થામાં આત્માની અનન્ત ગુણ વિશેષ શુદ્ધિ થાય છે અને સહજ સુખનો અનુભવ આવે છે એમ અન્તર્મ પ્રતીતિ થાય છે. અધ્યાત્મજ્ઞાન, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને આગમજ્ઞાતામુનિવરોને પરિચય તથા અલ્પ ઉપાધિ એવી દશામાં સહજાનન્દ વિલસે છે એવા અન્તર્મો સ્વાનુભવ સાક્ષી પૂરે છે. મુનિની અવસ્થા ગ્રહણ કરનારાઓ નિવૃત્તિ માર્ગને સત્યાનુભવ પ્રાપ્ત કરીને જે આત્મિક હૃદયોદ્ગારો કાઢે છે તેવા, પ્રવૃત્તિમાં ચીપચી રહેલા ગૃહસ્થના હૃદયમાંથી ક્યાંથી ઉગારે નીકળી શકે ? સાધુનાં વૃત્ત અંગીકાર કરવાથી આત્માનું સુખ મળે છે અને પરવશતાનું દુ:ખ ટળે છે એવો અમુક અંશે અનુભવ આવે છે. સાધુ અવસ્થા પ્રાપ્ત થવાથી પિતાને આત્મા સાક્ષી પૂરે છે કે હવે સુખની પરીક્ષાને. પ્રસંગ મળ્યો છે.
x
x
x
For Private And Personal Use Only