________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
--~-~~~-~~-~-~~-~-~~-~-~~~~-~~-~~~-~~-~~~-~~શુષ્કજ્ઞાન અને શુષ્ક ક્રિયાથી આનન્દ રસ પ્રગટ નથી. જે જ્ઞાન અને જે ક્રિયાથી આનન્દ રસ પડે તેજ જ્ઞાન ક્રિયા સેવતાં પ્રતિદિન ચઢતે ભાવ રહે છે અને હર્ષોલ્લાસમાં ગયે વખત જણાતું નથી. ગીતાર્થ ગુરૂની સેવાથી જ્ઞાન ક્રિયાના અભ્યાસમાં રસ પડે એવી દશા પ્રગટે છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્યગું જ્ઞાન ખરેખર અનુભવ ગીતાર્થના હૃદય પાસે રહેવાથી મળે છે અને તેથી શુષ્કતાને ભય રહેતો નથી. શીયસ્થ વાળા
હસ્ત્રપિવે માત્ર નીચસ્થ વાળા નયમરિપુરા ગીતાર્થ વચને હલાહલ વિષ પીવું પણ અગીતાર્થ વચને અમૃત પણ પીવું સારું નથી. ઉપદેશ માલામાં આ વચન જણાવ્યું છે તેનો ખરે અનુભવ વર્ણવતાં પાર આવે નહિ. પ્રત્યેક ધર્માનુષ્ઠાન કરતી વખતે રસ પડે એવી દશામાં પિતાના આત્માને મૂકે.
આયુષ્યને ક્ષય થવાનાં કારણો આઠે કર્મને ઉપક્રમ થાય છે. જે અધ્યવસાય વડે સપક્રમ કર્મબન્ધ પડે હોય છે તેને ઉપક્રમ સામગ્રીએ નાશ થાય છે. જે અધ્યવસાય વડે નિરૂપક્રમ કર્મ બંધાય છે તેને સેપક્રમથી નાશ થતો નથી. આયુષ્યનો ઉપક્રમ કહે છે.
અવસાન નિમિત્ત આહાથor verary फासे आणापाणू, सत्तविहभिजएआउं ॥२०४१॥ विशेषावश्यके।
અતિ હર્ષ, અતિ ખેદના અધ્યવસાયથી આયુષ્ય ભેદાય છે. કારણ કે તેથી અતિશય હૃદય સરોધ થાય છે. રાગ સ્નેહ ભયના ભેદથી અધ્યવસાયના ત્રણ ભેદ થાય છે. એક સ્ત્રી એક યુવકને જલપાન કરાવતી હતી તેના ઉપર અત્યંત રાગિણી બની. જલપાત્ર મૂકતાંજ તે અતિ રાગાધ્યવસાયથી મરણ પામી. અન્યત્ર તે અતિ નેહથી જૂઠી પતિની મૃતવાર્તા શ્રવણ કરીને મરણ પામી અને તેને ભર્તા પણ સ્ત્રી મરણની અસત્ય વાર્તા સાંભળીને મૃત્યુ પામ્યો. રૂપાદિ ગુણાકૃષ્ટ ચિત્તવાળાઓને રાગ હોય છે અને સામાન્ય તે પ્રતિબન્ધ સ્નેહ કહેવાય છે. અતિભયના વિચારથી આયુષ્યને નાશ થાય છે
For Private And Personal Use Only