________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬ ૮ ની સાલના વિચારો.
૪૮૫
સંયમનાં પુસ્તક વાંચવાથી સંયમનું જ્ઞાન થાય છે પણ સંયમનો ખરો અનુભવ તે ચારિત્ર લીધા બાદ મળે છે. ધર્મનું પુસ્તક વાંચવાથી ધેર્યનું જ્ઞાન થાય છે, પણ ધૈર્યના વખતે પૈર્ય રાખતાં જે જે વિપત્તિયો આવી પડે છે તે વખતે અડગ રહેવાથી પૈર્યને અનુભવ મળે છે. વૈરાગ્યનાં પુસ્તક વાંચવાથી વૈરાગ્યનું સ્વરૂપ સમજાય છે, પણ વૈરાગ્યને અનુભવ તે વૈરાગ્ય
જ્યારે હૃદયમાં પ્રગટે છે ત્યારે થાય છે. પ્રેમના પુસ્તકો અને પ્રેમના વચનેથી કંઈ ખરા પ્રેમનો અનુભવ મળતું નથી પણ ખરે પ્રેમ તે આંખ, હૃદય, અને ખરી વખતે કાર્યો કરવાથી માલુમ પડે છે. અધ્યાત્મનાં પુસ્તકો વાંચવાથી અધ્યાત્મસબંધી જે કંઇ વિચાર આવે, લખાયવાલાયતેના કરતાં આત્મામાં અધ્યાત્મ પરિણતિ જાગ્રત થવાથી જે કંઈ અનુભવ આવે છે, લખાય છે, બેલાય છે. તેમાં સત્યતાનું જીવન રહે છે, વિચારીને કાર્યમાં મૂકીને અનુભવ લીધા બાદ પારિણુમિક બુધ્ધિ ઉત્પન્ન થાય છે. વૃધ્ધોમાં પરિણામિક બુધ્ધિનો અંશ વિશેષ ભાગે રહેલે હોય છે તેથી નવા સાધુઓને ગુરૂકુળ વાસમાં
વિરેની પાસે મૂકવામાં આવે છે કે જેથી તેઓ સંયમ માર્ગમાં સ્થિર થઈ શકે છે. અનેક અનુભવો જેઓએ મેળવ્યા છે એવા વૃધ્ધના હૃદયમાં અનેક શાના, આચારના અને વિચારના નિચોળ રહ્યા હોય છે તેથી તેઓની સેવા કરનારા મનુષ્યોને વૃદ્ધનાં વચને અને અનુભવો તે શાસ્ત્રરૂપ થઈ પડે છે. ગીતાર્થ સાધુઓ ચારિત્ર પાળીને અનેક પ્રકારના અનુભવ મેળવી શકે છે, તેથી તેઓની સેવા કરીને તેમનું હૃદય લેવું જોઈએ. હજારો વિચાર પણું એક અનુભવી વિચારને પહોંચી શકતા નથી. અનુભવી શ્રેષ્ઠ પુરૂષોને અનાદર કરવા એ દેશની સમાજની અને નાતની ઘમસંધની પડતીનું ચિન્હ છે. જે બાબતમાં જેણે ઘણે અનુભવ મેળવ્યો હોય તે બાબતમાં તેના બે ઉપયોગી થઈ પડે છે. ઘણા અનુભવના વિચારોથી તે તે દેશકાળમાં તે તે મનુષ્યોની વૃત્તિયોના અનુકૂળ આચાર ઉદભવે છે. તેમાંથી દેશકાળ સમાજ પરત્વે સાર ખેંચીને પરિપૂર્ણ પરીક્ષા કરી વિચારેને આચારમાં મૂકવા. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે કોઇની સાથે વૈર ન બંધાય તેમ હે આત્મન ! લક્ષ રાખ. ભવની પરંપરાની પેઠે અવતારની સાથે વૈરની પરંપરા પણ પ્રગટે છે. આ અમુક મનુષ્ય મારે શત્રુ છે, એવો કદી મનમાં અંશ માત્ર પણ વિચાર કરે નહિ, સમરા, દિત્ય ચરિત્ર વાંચીને વૈરની પરંપરાનું બીજ ન રોપાય એવો સતત ઉપયોગ રાખવાની જરૂર છે. જેના ઉપર દેખ આવે તેના ઉપર દરરોજ શુદ્ધ પ્રેમ રાખવા પ્રયત્ન કર. પિતાના ઉપર વિચારભેદ, આચારભેદ, ધર્મભેદ કાર્યભેદ
For Private And Personal Use Only