________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४८४
સંવત ૧૯૬૯ ની સાલના વિચારા.
તા
જે આત્માની સમાધિ પામવી હોય અને આત્માના સહજ સુખની પ્રીતિ કરવી હોય તે જીવતાં છતાં વાસનારૂપ બાહ્યભાવાવડે મરી જવુ જોઇએ અને આત્મભાવે એટલે આત્માના શુદ્ધ ધર્મના ઉપયાગમાં જીવવું જોઇએ. ખાદ્ય ભાવાની વાસનાએ ટળી એટલે સસારમાં છતાં મુત થવાનાં ઘણાં પગથીયાં ઉપર આવી ચઢયા એમ માની લે. મારા માટે દુનિયા શુ કહે છે ? એવી વાસના ત્યાગીને મારા માટે હું શું સત્ય વિચારૂં શું એવા દૃઢ ભાવ ઉપર આવી જવાથી લોકસત્તાને જીતી શકાય છે. દુનિયાના ભય દૂર કર્યા વિના સત્યવને છવી રાકાતુ નથી. દુનિયાને રન્નાવાની શક્તિવડે પ્રવૃત્તિ કરવાથી એક નાટકીયા કરતાં વિશેષ કર્યુ” કહેવાતુ' નથી. પહેલા મનુષ્યપણાના ગુણો પ્રાપ્ત કરી પશ્ચાત ધર્મીષ્ણાના ગુણા પ્રાપ્ત કરીને આત્માની સમાધિમાં લક્ષ આપવું જરૂરનુ છે. પોતાના સત્યને ઢાંકપીડા કરીને ઢાંકી દેવાથી પોતાને આત્મા પાતાને ડંખે છે અને આત્મબળ ઘટે છે, એને અનુભવ કરવામાં આવે તો પોતાના આત્માને પરિપૂર્ણ વિશ્વાસ આવી શકે છે. કીર્ત્તિ અને અપકાર્ત્તિની વાસનામાં હું નથી અને તેની સાથે ભારે સંબંધ નથી એમ પિરપૂર્ણ નિશ્ચય કરીને શરીર, મન, વાણી કરતાં અનન્ત ગંગા પાતાના આત્માને ઉત્તમ ગણવાથી પોતાના સ્વરૂપમાં વિશ્વાસ, પ્રેમ, સ્થિરતા આવે છે અને તેથી સમાધિને માગ પેાતાની દૃષ્ટિએ ખુલ્લા જણાય છે. જ! પદાર્થો સાથે વાસનાઓથી પશુઓની પેઠે બંધાઇ જવું અને આત્માની સમાધિ પ્રાપ્ત કરવી એ પરસ્પર વિરાધી એવી એ વાત સાથે શી રીતે બની રાકે વાર્ ? વાસનાઓને હડાવવાની જરૂર છે. શરીર નાશ કરવાથી કંઈ સમાધિ ભાગ મળી શકે નહિ. વાસનામાં ભ્રાન્તિથી સુખ કલ્પીને તેમાં પોતાની મેળ જીવા ખંધાય છે. પોતાની મેળે કોશેટાના કીટકની પરે ઉભા રહેલા સસારમાંથી અહંભાવ-મમત્વ ભાવ કાઢી નાખીને પોતાના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી અજ અમરપણે જીવવાની ખરી કુંચીવો મેાહનું તાળુ ઉધાડીને આત્માના પ્રકાશ જોવા એજ સમાધિ ભાગ છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only