________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪/૦.
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે.
ཀའམཁའམ་འབགམ་
આત્મધ્યાનમાં નિમગ્ન થઈ જવું. સેવા ભક્તિના અધિકારી રૂચિવંત જીએ દેવ ગુરૂ અને ધર્મની વિશેષતઃ આરાધના કરવી. ઉપવાસ, જપ, દાન, પૂજા, ભક્તિ, ભજન, ગુરૂસેવા, શીયલભાવ આદિ વડે પિતાના આત્માના ગુણે ઉપાસવા હર્ષોલ્લાસથી તત્પર થઈ જવું.
આત્મધ્યાન ધર્યા વિના આત્માને અનુભવ થતું નથી. અધ્યાત્મશાએના અભ્યાસથી અને મનનથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાન એ પારા સમાન છે. અપાત્રજીવને કાચા પારાના ભક્ષણની પેઠે અધ્યાત્મજ્ઞાન પરિણમે છે. યોગ્ય એવા આત્માઓને અધ્યાત્મજ્ઞાન પરમ સુખ અર્પે છે. અધ્યાત્મ જ્ઞાન વિનાની એકલી ધર્મક્રિયાથી નિન્દારૂપ અજીર્ણ ઉત્પન્ન થાય છે. અધ્યાત્મજ્ઞાન એ ચિન્તામણિ રત્ન કરતાં અનન્ત ગુણ અધિક છે. અધ્યાત્મજ્ઞાનથી ખરી સ્થિરતા પ્રગટ થાય છે અને ઉપાધિભાવ ટળે છે. ઔદયિક ભાવથી ચિત્તની નિવૃત્તિ કરીને આત્મામાંજ આત્મધર્મની પ્રતીતિ કરાવનાર અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા જેટલી વર્ણવીએ તેટલી અલ્પ છે. વિભાવ પરિણતિથી આત્મા અનાદિકાલથી સંસારમાં પુદગલ ભાવમાં રાચી માચી રહ્યા છે. વિભાવિક પરિણતિ એ આત્માનો શુદ્ધ ધર્મ નથી. અશુદ્ધતાને નાશ કર્યાવિન શુદ્ધધર્મ પ્રગટતો નથી. આત્માના શુદ્ધધર્મ વિના બાકી સર્વે પર ભાવ છે. આત્મા પિતાને શુદ્ધધર્મની દષ્ટિ ધારણ કરીને પિતાના શુદ્ધધર્મમાં રમે એજ આત્માની ખરી કરણી છે. આત્માને ધર્મ આત્મામાં છે. આત્માને ધર્મ મૂકીને અન્યમાં ચિત્ત રાખવાથી આત્માની ખરી શક્તિ પ્રગટવાની નથી. આત્માને શુદ્ધધર્મ છે તે આત્મામાં જ છે. હે જીવ! કેમ તે પિતાને શુદ્ધધર્મ પિતાનામાં છે તેને સામું જોતો નથી અને અન્ય જડ વસ્તુઓમાં ધર્મની બુદ્ધિ ધારણ કરે છે? આત્માને શુદ્ધધર્મ સત્તામાં રહ્યો છે તેની પ્રકટતા કરવા આત્માની સત્તામાં લક્ષ્ય રાખવાની જરૂર છે. આત્માને આત્મભાવે દેખવાથી દુનિયામાં પ્રાપ્ત કરવા લાયક અન્ય કઈ દેખાતું નથી. હે આત્મન ! ત્યારે હવે પિતાના શુદ્ધ ધર્મ તરફ દષ્ટિ રાખીને વ્યવહારથી વર્તવાનું છે. હે આત્મન ! પિતાના શુદ્ધ ધર્મમાં દષ્ટિ રાખીને આશ્રવના હેતુઓને સંવરપણે પરિણમવવાની ક્ષણે
For Private And Personal Use Only