________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે
૪૭૮
પ
ક
ન
ક
-
જ્ઞાનમય આત્મા ખરેખર પિતાના શુદ્ધ ધર્મને પ્રથમ સંસ્થાપક બને છે. અધ્યાત્મ દૃષ્ટિમાં ઉત્તમ એવું નાભિ ધ્યાન દ્વારા ઉત્પન્ન થનાર ઋષભ જ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષને માર્ગ ખુલ્લો થાય છે. નાભિમાં ધારણું ધ્યાન ધરવાથી નરક અને તિર્યષ્ય ગતિને માર્ગ બંધ પડે છે અને મનુષ્ય દેવ તેમજ મેક્ષને માર્ગ ખુલ્લો થાય છે. નાભિમાં આત્માનું ધ્યાન ધરતાં અશુભ કર્મો ખરી જાય છે અને ઘણાં વિ ટળે છે. નાભિમાં ધ્યાન ધરીને પરભાષાને ખીલવ્યા વિના ધ્યાનની સ્થિરતા થતી નથી માટે પ્રથમ ધ્યાનની પીઠિકાભૂત નાભિનું ધ્યાન સિદ્ધ કરવું. નાભિનું ધ્યાન સિદ્ધ થયું એમ અપૂર્વ આનન્દની ઘેન આવે ત્યારે જાણવું. નાભિના વિચારની સાક્ષી એ કેઈપણ નિર્ણયમાં ખરી સાક્ષી છે. નાભિમાં ધ્યાન ધરવાથી આદિનાથને અનુભવ આવે છે.
કાર્તિક શુકલ પુર્ણિમાના દિવસે ધર્મ વિચારને સહાય મળે એવું શુભ માનસિક પુદ્ગોનું તીર્થાદિ ભૂમિઓમાં પ્રગટન, સમુદ્રમાં ભરતીની પેઠે ધર્મના પ્રભાવે થાય છે તેથી તે દિવસે આર્ય જેનેએ ધર્મના વિચારો અને ધર્મની ક્રિયાઓમાં વિશેષતઃ જીવન નિર્ગમન કરવું. પર્વતાદિની ગુફાઓમાં શિલાઓ ઉપર પદ્માસન વાળીને ધ્યાન ધરવું. પ્રભુની ભક્તિમાં તન્મય બની જવું. પર ભવના આયુષ્યને બંધ પણ તીર્થના દિવસે પ્રાયઃ થાય છે. મન્ટિરેમાં, ઉપાશ્રયમાં, નદીના કાંઠે, જંગલના પવિત્ર પ્રદેશમાં સાધુઓએ ધ્યાનારૂટ થઈ જવું. મનની ચંચળતા વારીને ધ્યેય એવા આત્માના સ્વરૂપમાં ઉંડા ઉતરી જવું. જે પવિત્ર સ્થળમાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધર્યું હોય તેવા સ્થાનમાં જવું અને શાન્ત ચિત્તથી પરમાત્માનું ધ્યાન ધરવું. કોઈને ધ્યાનમાં વિન કરવું નહિ. ભક્તિના અધિકારીઓએ પિતાની શુદ્ધિ કરવા ચિત્તની પ્રસન્નતા વધતી જાય તેવી રીતે દેવ ગુરૂ સંધ વગેરેની ભક્તિમાં મન વચન અને કાયાથી પરિણમવું. પવિત્ર તીર્થ પ્રદેશમાં ધ્યાનીઓએ મમત્વ ભાવનો ત્યાગ કરવા સંબંધી સંકલ્પ કર પશ્ચાત અગ્રસ્થાનમાં વા અન્ય કોઈ સ્થાનમાં ઉત્તમ ધ્યાન કરવા યોગ્ય કોઈ શુભ મનની વણઓ હોય તે મને સહાયકારી થાઓ એવો સંકલ્પ કરે. આત્માને આત્મભાવે અનુભવું એવી ઉચ્ચ મારી ધ્યાન દશા પ્રગટ થાઓ એ દઢ સંકલ્પ કરીને
For Private And Personal Use Only