________________
Shri Mahavir Jain Aradhana Kendra
४७८
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
પેાતાના આત્માને દુઃખની ચિંતામાં નાખનાર મનુષ્યમાં કાયરતા અને દીનતા, હોય છે. ભય અને દુ:ખ એ આત્માને વસ્તુતઃ ગુણ નથી એમ નિશ્ચય કરીને આત્મામાં ધૈર્ય ગુણુ પ્રગટાવવા પ્રયત્ન કરવા જોઇએ. પોતાના શુદ્ધ સ્વરૂપની પોતાને વિશ્વાસ થાય છે તે ધૈર્ય ગુણ ખીલવવામાં વાર લાગતી નથી. આત્મા પોતાના મૂળમાં પરિણમે છે ત્યારે આપાઆપ ધીરવીર આત્મા ખતે છે. પોતાનું વીર્ય પેાતાનામાં છે એના વિશ્વાસ પેાતાને થાય તા પોતાના આત્માનુ મહાવીરપણું ખીલવી શકાય છે અને અનુભવી શકાય છે. ગમે તેવાં નિમિત્તે સેવીને પાતાનામાં રહેલી વીરતાના પ્રકાશ કરવાના છે. ભય, દુ:ખ, લજ્જા વગેરેને અભાવ પેાતાનામાં અનુભવાય છે ત્યારે પોતાનામાં આત્મવીર્ય પ્રગટયું છે એમ અમુક અંશે શ્રદ્ધા થાય છે. શ્રીવીર પ્રભુનુ ચરિત્ર હૃદય આગળ ખડુ કરીને પોતાના આત્મામાં તેમનુ ધૈર્ય વીર્ય ચિંતવવુ અને તેમાં સયમ કરવા. વીરપ્રભુના ધૈર્યનુ ધ્યાન ધરવાથી પરિપહેા વેડવામાં પોતાના આત્મા શક્તિમાન થાય છે. એમ હે આત્મન! તું નિશ્ચય કરીને પરમાત્માની પ્રાપ્તિ માટે વીયેોલ્લાસ પ્રગટાવ !
X
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
નાભિમાંથી સહેજે ઉઠેલા શબ્દો દુનિયામાં ઘણા કાલ પર્યન્ત સજીવન રહે છે. નાભિમાંથી ઉઠેલા વિચારો વડે પોતાના ભવિષ્યનો નિર્ણય થાય છે. પોતાના ભવિષ્યને ખરેખર પોતાના વિચારો ઉપર આધાર રાખી શકાય છે. પ્રારબ્ધ ભાગવ્યા વિના છૂટકો થતા નથી. કિન્તુ આત્માની વાસ્તવિક પ્રગતિની આશા તેા આત્માના શુદ્ધ વિચારો ઉપર છે. પેાતાના શુદ્ધ વિચારે નાભિમાંથી પ્રગટે એવા પરિણામમાં મસ્ત ખનવું જોઇએ. નાભિના સવિચારા એસિદ્ગુરૂનુ' ઉપદેશામૃત છે એવુ અવષેાધીને તે પ્રમાણે આત્મભાવમાં પરિણામવા પ્રયત્ન કરવેશ. નાભિના શુદ્ધ વિચારોની પરીક્ષા કરવી એ તીક્ષ્ણ ઉપયોગ વિના ખની શકે તેમ નથી. જે કંઇ સત્ય છે તે નાભિના શુદ્ધ વિચારોમાં સમાયુ છે. આત્માની ઉન્નતિના જે કઇ સત્ય ઉપાયે હોય છે તેનું જ્ઞાન ખરેખર નાભિદ્વારા પ્રકાશે છે. નાભિના વિચારોથી ગમે તેવું સત્ય પોતાની મેળે પારખી શકાય છે. નાભિમાં સંયમ કરવા અને નાભિમાં આત્માના અસ ંખ્ય પ્રદેશાનુ ધ્યાન ધરવું. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા થતાં નાભિમાં સત્ય જળહળ આત્મ ન્યાતિનેા પ્રકાશ પ્રગટે છે. નાભિ સબધે ઉત્પન્ન થએલ નાભેય