________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૭૭
નાના
કરવામાં વૈરાગ્ય એ પુષ્કરાવત મેઘ સમાન છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર વૈરાગ્ય છે. વૈરાગ્ય એ આત્મસુખની વધાઈ છે. દરેક જીવને પિતતાની જ્ઞાનદષ્ટિના અનુસારે વૈરાગ્ય પ્રગટે છે. સર્વ જીવોને પિતાપિતાના અધિકાર પ્રમાણે વૈરાગ્ય પ્રગટે છે તેમાં ખંડન કે મંડન શું કરવું. પિતાની જીંદગી ફેરવવા માટ વૈરાગ્ય પ્રગટે છે, માટે તેને પ્રાદુર્ભાવ થતાં તેને વધાવી લેવું જોઈએ. આત્માની દશા સુધારવા માટે વૈરાગ્ય એ મહોત્સવ છે. કઈ જીવને વૈરાગ્યથી પાછળ પાડવો નહિ. વૈરાગ્યમાં પણ તેની પકવદશાએ આનન્દ રસ અનુભવાય છે એમ પિતાને અનુભવ સાક્ષી પૂરે છે. રાગના વખતમાં વૈરાગ્યપ્રગટે એ ઉત્તમ વેળા જાણવી. મનુષ્યને સામાન્ય વૈરાગ્યથી ઉત્તમ વૈરાગ્ય તરફ લઈ જવા પણ તેઓને ઉભય ભ્રષ્ટ કરવા નહિ. પંચમ કાળમાં પંચવિષથી દુ:ખી થએલા જીવને વૈરાગ્યનો ખરેખર આધાર છે. રાગીઓ વૈરાગ્યને જાણ્યા વિના તેની અવગણના કરે તેથી વૈરાગ્યની દશા ન્યૂન થતી નથી. વૈરાગ્ય કારક પુસ્તક કરતાં વૈરાગીઓની સંગતિ કરવાથી ઓર પ્રકારના વૈરાગ્યને લાભ મળે છે. સજીવન વૈરાગ્ય પ્રાપ્ત કરવાને ઉત્તમ વૈરાગીઓ સજીવન મૂર્તિઓ છે. તેમને વેગ મળે તે પુસ્તકો મૂકીને પહેલું તેમની પાસે જવું. વૈરાગીના મુખમાંથી નીકળેલા શબ્દો એ સજીવન વૈરાગ્ય મંત્ર છે. દરરોજ ઉચ્ચ કોટીના વૈરાગ્યમાં હે આત્મન તું પ્રવેશ કર !
પિતાના ઉપર વિપરીત દૃષ્ટિથી જોનારા છ ઉપર પણ વિપરીત દષ્ટિથી નિરીક્ષવું નહિ. અન્યની વિપરીત દષ્ટિ દેખીને પિતાના આત્માની વિપરીત દષ્ટિ કરવી એ કઈ રીતે એગ્ય નથી. સ્વધર્મ મૂકીને પરજીવોની વિપરીત દષ્ટિનું અનુકરણ કરવું નહિ પણ ઉલટું અન્ય જીવોને શુદ્ધધર્મ બનાવવા પ્રયત્ન કરો. વિપરીત સયાગેમાં આત્માના શુદ્ધધર્મ તરફ દષ્ટિ દઈને જે તે નિર્લેપભાવે ર્યા કરવું એજ આત્માની ખરી કસોટી છે. દુઃખ લજજાનાં વાદળ કલ્પીને તેમાં આત્મારૂપ સૂર્ય ઢંકાવું જોઈએ નહિ. ભય એ આત્માન મૂળ ધર્મ નથી. ભય એ ક્ષણિક છે અને તે મન, કલ્પનાથી ઉભો થાય છે. જે ભયથી કદિ શાતિ મળતી નથી તે ભયથી આત્માએ શા માટે સંબંધ રાખવો જોઈએ. ગમે તેવી પણ ભયની કલ્પનાઓ પરિહરવા એગ્ય છે. ભવિષ્યના દુઃખેની કલ્પના કરીને વર્તમાનકાળમાં
For Private And Personal Use Only