________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે
મહાન બની શકવાને નથી. કોઈના દાસ બનીને સુખ રહી શકાશે નહિ. આત્મારૂપ પ્રભુ પોતેજ છીએ. સત્તએ આત્મરૂપ પ્રભુની જ્યોતિ સદાકાળ ઝળકી રહે છે. આત્માની પરમાત્મસત્તાને સર્વત્ર દેખવાથી આત્માનું જન્મમરણ ટળી જાય છે. આપણું મૂલ ધર્મનો પ્રકાશ કરવો જોઈએ. પોતાના આત્મામાં સ્વપરપર્યાયવડે આખા જગતને અન્તર્ભાવ થાય છે એમ જાણવાથી પોતાની વ્યાપકતાનું ભાન થાય છે. આત્મા પિતાના સત્ય પ્રકાશને દેખે તે તે પિતાનામાં ત્રણ ભુવનના પ્રભુતાને ખ્યાલ કરી શકે. આત્મામાં સર્વ છે તેની બહાર કંઈ ગ્રાહ્ય નથી. સર્વ પ્રકારની પૂજ્યતાનો સ્વામી આત્મા છે. સર્વ પ્રકારની પ્રિયતાને સ્વામી આત્મા છે. જેટલું ભૂતકાળમાં થયું, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તેનો દૃષ્ટા આત્મા છે. અજ્ઞાનાવરણને ભેદીને સર્વ વસ્તુઓનો પ્રકાશ કરનાર આત્મા છે. પિતાના આત્માની અશુદ્ધતા કર્મથી છે. કર્મના પ્રપંચથી પોતાના આત્માને ભિન્ન દેખે. પિતાના આત્માની સત્તાને ધ્યા. દુનિયાને આત્માને સત્ય પ્રકાશ પાડો. આત્માના સત્ય પ્રકાશથી દુનિયા સ્વતંત્ર, શાન્ત અને આનન્દી બને છે. આત્માનાં મધુરાં ગાનથી આખું જગત ભરી છે. આત્માની ભાવનાવડે મન, વાણી અને કાયાને શુદ્ધ કરે. સર્વ પ્રકારનાં તીર્થ ખરેખર આત્મામાંથી પ્રગટે છે અને આત્મામાં સમાય છે. પોતાના આત્માને પૂજય માને અને દુનિયામાં આત્માઓને આત્માની શ્રેષ્ઠતા બતાવે.
આ કાળમાં દુઃખગર્ભિત વૈરાગ્યથી જ્ઞાનગતિ વૈરાગ્યના દ્વારમાં પ્રવેશાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિમાં દુઃખગર્ભિત વૈરાગ્ય એ નિમિત્ત કારણરૂપે પરિણમે છે. દુઃખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના અધ્યવસાયભેદે અને બાહ્ય નિમિત્તભેદે ઘણા ભેદ થાય છે. એ સર્વે ભેદો ખરેખર સાધ્ય દૃષ્ટિની પ્રાપ્તિ સન્મુખ જતાં સાપેક્ષપણે ઉપયોગી છે. રાગનો પ્રતિકૂળ વૈરાગ્ય છે. વિરાગ્ય ગમે તે નિમિત્તે થાય પણ તે આત્માને સુમાગે જોડવા માટે પરમાત્માના આશીર્વાદરૂપે છે. વિરાગ્ય એ હૃદયમાં રહેલા ચેતનને જાગૃત કરવા પ્રભુને સંદેશ છે. સંસારની ખરી દશા ઓળખાવનાર વૈરાગ્ય એ આત્માની ઉત્તમ પરિણતિ છે. આત્માના ગુણોને નવપલ્લવિત
For Private And Personal Use Only