________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭૨
Ann
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
आध्यात्मिक विषय.
-
અન્ય મનુષ્યાના દોષ દેખવાની અને મેલવાની ટેવને ઉત્પન્ન થતાં વારવી જોઇએ. એક વાર એ કુટેવ પડી તે! પશ્ચાત તેના દૃઢ સંસ્કાર પડે છે. અન્યના દોષો કથીને પોતાની નિર્દોષતા દર્શાવનારા મનુષ્યો દોષાના સસ્કારો પોતાના હૃદયમાં પ્રગટાવે છે. જેવી પોતાની દૃષ્ટિ હોય તેવા મનુષ્ય અને છે. ન્યાય વ્યાકરણ ભાષાના જ્ઞાનથી તથા ઉમ્મર વગેરેથી પોતાનામાં ગુણી આવ્યા છે એમ માની લેનાર મનુષ્યમાં ગુણો ઉત્પન્ન થઈ શકતા નથી. ગુણો પ્રગટાવવાના માર્ગ ન્યારા છે. કોઇ પણ મનુષ્યમાં રહેલા ગુણા દેખવાની દૃષ્ટિ ધારણ કરવી એજ સમ્યકત્વ પ્રાપ્ત કરવાનો ઉત્તમ ઉપાય છે. કાઇના દુર્ગુણા તરફ દૃષ્ટિ દેવાથી પોતાને કોઇ જાતના લાભ થતા નથી અને નકામા વખત જાય છે તથા તેથી વખતની કિસ્મત પણ આંકવામાં ભૂલ કરાય છે. સારૂ” દેખવાની ટેવ પાડવાથી સંસારરૂપ સમુદ્રના તળીએ રહેલા મનુષ્ય ઉપર આવે છે. વિદ્યાતા, પ્રેફેસરા અને કહેવાતા જ્ઞાનીઓમાં ગુણ દૃષ્ટિ ખીલે અને નિન્દા દોષ દૃષ્ટિ ટળે તો તે પોતાના આત્માને પવિત્રતાના પ્રદેશમાં લાવી મૂકે છે. આપણે જે લખીએ છીએ, એલીએ છીએ તે અન્યોના તરફ દષ્ટિ રાખીને કરીએ છીએ કિન્તુ પોતાના આત્મા તરફ દૃષ્ટિ રાખીને તે સર્વ કરવામાં આવે તે પોતાના જીવનમાં ચૈતન્ય રસ રેડાય એમાં જરા માત્ર શક નથી. અન્ય મનુષ્યોની નિન્દા કુથલી કરીને પેાતાની વાત આગળ લાવવા માટે જે કઇ કળાએ થાય છે તેની સાક્ષી પોતાના આત્મા પૂરે છે એમ મનુષ્યા વિચારે તેા સહેજે સમજાય તેમ છે. પેાતાના આત્મા પ્રતિ લક્ષ દેવામાં આવે તે અન્ય તરફ દૃષ્ટિ દેવાની જરૂર રહે નહિ. જે તરફ ષ્ટિ દેવાથી પોતાના ગુણાની વૃદ્ધિ થાય તે તરફ્ ષ્ટિ દેવી જોઇએ. અન્ય મનુષ્યા ખરાબ હોય તે તરફ ચિત્ત ન રાખતાં પોતે સારા બનવા પ્રયત્ન કરવા એજ હિતાવહ છે. અન્યાની ચર્ચા ન કરે. પોતાના આત્મા તરફ્ દૃષ્ટિ છે. સર્વ ગુણી વીતરાગ છે. પારકી પંચાયતમાં પડતાં કદી પાર આવશે નહિ. અમુક આવા ને અમુક તેવા એવી નિન્દા કુથલીની ટેવ હડકવાના જેવી છે. પેાતાનુ શુ કત્તવ્ય છે તેમાં ચિત્ત રાખીને પોતાના આત્માન્નતિના માર્ગે વહ્યા કરવું એજ પરમ કર્ત્તવ્ય છે.
X
*
For Private And Personal Use Only