________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-
-
- - -
- *
*
*
* * * * *
*
* *
-
1
*
*
*
*
*
*
*
*1
-
-
-
-
ધર્મશ્રદ્ધા બલ. ધાર્મિક શ્રદ્ધાની ભાવના દરેક માનવના રેમ રમે વ્યાપી જાય એવી રીતે ઉપદેશ દેવો જોઈએ. આર્યાવર્તની આર્યતાનું રક્ષણ કરનાર ધાર્મિક ભાવના છે. ધાર્મિક શ્રદ્ધાની ભાવનાનું બળ એક કરાવીને ઉત્ક્રાન્તિમાં આગળ વધવાનું કાર્ય કરે છે. શ્રદ્ધાનું બળ જે કરે છે તે કઈ કરી શકતું નથી. આખી દુનિયામાં ધર્મશ્રદ્ધાનું બળ ઉત્તમોત્તમ ગણાય છે. આર્યાવર્તમાં ધર્મ શ્રદ્ધાનું બળ જે કરવા સમર્થ થશે તે અન્યથી થવાનું નથી. ધર્મ શ્રદ્ધાનું બળ દેશનું અને જાતનું રક્ષણ કરે છે. તેને જે તિરસ્કાર કરે છે તે અન્યથી તિરસ્કાર પામે છે અને દેશની અધઃપતન દશામાં મદદકાર બને છે. ગમે તે ઉપાયે ધર્મ શ્રદ્ધાનું બળ વધારવું જોઈએ અને તેનાં રહસ્યો સારી રીતે સમજવાં જોઈએ. ધર્મ શ્રદ્ધાનું બળ પિતાના સમજવામાં ન આવે તેથી એકદમ તેનું ખંડન કરવા બેસી જવું નહીં. ધર્મ શ્રદ્ધાના બળનું માહાતમ્ય અમુક પ્રકારના જ્ઞાનની અનુભવ એગ્યતા પ્રાપ્ત થતાં સમજાય છે. સદા ગમેવડે માન્ય એવી ધાર્મિક શ્રદ્ધા વડે ધર્મની ઉપાસના કરનારાઓ આગળ વધ્યા કરે છે અને અન્યને પણ હાથ ઝાલીને આગળ વધારે છે. ધાર્મિક શ્રદ્ધા બળથી સમાજ ઉભી કરાય છે, અને એ સમાજ એક ઉન્નતિની દિશાર્થે પિતાને ખ્યાલ આપે છે. આર્યાવર્તમાં ધર્મ શ્રદ્ધાનું બળ અને સર્વ દેશના લકને પિતાને ખ્યાલ આપશે.
For Private And Personal Use Only