________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
નથી. મેટી મોટી વાતો કર્યાથી કંઈ વળતું નથી. તેમજ નકામા શુષ્ક વાદવિવાદ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. શ્રદ્ધાથી ભક્તિ કરવામાં સર્વસ્વ અર્પણ કરવાથી આ ભવમાં જ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. અધિકાર પ્રાપ્ત થયા વિના અને પૂર્ણ શ્રદ્ધાળુ ગુરૂની નિશ્રા વિના શુષ્ક તર્કોના ગ્ર ભણવાથી આસ્તિકતાને નાશ થાય છે. એકવાર હદય સ્વચ્છ કરીને તેમાં શ્રદ્ધા અને ભક્તિના વિચારેને પરિપૂર્ણ સ્થાપન કરે પશ્ચાત પિતાના આત્માની શી ગતિ થાય છે તે પિતાને સ્વયમેવ જણાશે. જેટલી પિતાની દશા હોય તેટલી યોગ્યતા હોય તો શિખામણ અન્યને કહેવી, નહિ તો માન રહીને શ્રદ્ધાથી પરમાત્મા અને ગુરૂ તથા સાધુઓની ભક્તિ કરવી. આ પ્રમાણે આત્માના ગુણો પ્રગટાવવા પ્રાણ પાથરીને અભ્યાસ સેવવાથી પિતાના આત્મામાં ચમત્કાર જણાશે અને અન્ય લોકોમાં પણ તેને ભાસ થશે. પિતાનામાં શ્રદ્ધા ભક્તિ નથી અને દુનિયાની શ્રદ્ધા ભક્તિ પોતાના પ્રતિ ઇચ્છવી છે એ કદિ બની શકે તેમ નથી. શ્રદ્ધા અને ભક્તિને મૂળમાંથી ઉખેડી નાખે એવા સંગેમાંથી પસાર થઈ પાસ થયા વિના શ્રદ્ધા અને ભક્તિનું અભિમાન ધારણ કરવું એ કદી યોગ્ય ગણાય નહિ. પ્રતિકૂલ સંયોગની કોટિ પ્રાપ્ત થયે છતે પણ જ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિથી પરાક્ષુખ ન થવાય તે વખતે શ્રદ્ધા ભક્તિનું ફળ મળે છે અને તેની કિસ્મત આંકી શકાય છે. મારામાં શ્રદ્ધા ભક્તિ છે એમ કહેનારા તો ઘણું મળે છે પણ શ્રદ્ધા ભક્તિને આચારમાં મૂકનારા તે વિરલા જ હોય છે. લુખી શ્રદ્ધા અને વાણી માત્રમાં ભક્તિ દેખાડનારા મનુષ્ય પગલે પગલે મળી શકે પણ મન, વાણી અને કાયા એ ત્રણે પગમાં શ્રદ્ધા અને ભક્તિ જેને પરિણમી છે એવા વિરલા મનુષ્ય મળી આવે છે. જે શ્રદ્ધા અને ભક્તિથી અન્ય જીવને નાશ થાય અને પિતાને સ્વાર્થ સાધવામાં આવે તે શ્રદ્ધા ભક્તિ રજોગુણી કહેવાય છે. તમે ગુણ શ્રદ્ધા ભક્તિને ધારણ કરનારાઓ પણ ઘણ મળી શકે છે. સત્વગુણી શ્રદ્ધા અને ભક્તિને ધારણ કરનારાઓ અલ્પ મનુષ્ય હોય છે. સત્વગુણી આહાર અને સાધુઓની સંગતિથી સત્વગુણ શ્રદ્ધા ભક્તિને પ્રાદુર્ભાવ થાય છે.
For Private And Personal Use Only