________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે. ક૬૭ -~-~~-~~~-~~-~~~-~~-~-~~-~-~-~
~~-~~-~- ~આર્યાવર્તની પડતીનું મૂળ કારણ દુર્ગણે છે. જે વખતે જે દેશમાં દુર્ગણે વધી જાય છે તે વખતે તે દેશની પડતી હોય છે. નાતમાં જે લુચ્ચે કાવાદાવા કરનાર અને ઉધું ચિતું કરનાર હોય તે આગેવાન થાય છે. સાધુઓમાં પણ જે કાવાદાવા કરનાર અને ઘટાટોપ કરનાર હોય છે તે આગેવાન ગણાય છે. મેજ શેખમાં જેટલું ધન પૈસાદાર ખર્ચે છે તેટલું ધન દાન વગેરે ભલા કાયોમાં ખર્ચી શકતા નથી. વિનય અને ભક્તિના માર્ગ ઘટવા લાગ્યા છે. લોકોમાં ગંભીરતા ઓછી થવા લાગી છે, અને ઉછાંછળાપણું વધવા લાગ્યું છે. એક એકની શહેમાં દબાઈ જઈને લોકે સત્યને મારી નાખે છે. એવી આર્યાવર્તની દશા હાલ તે દેખાય છે. રજોગુણ અને તમોગુણ તરફ દુનિયાને ઘણે ભાગ ઘસડાતો જાય છે. ધર્મમાં બંધાઈ રહેવાથી દેશની પડતી થાય છે અને આગળ વધાતું નથી, એવા કેટલાક મનુષ્યોના વિચારે બહાર આવવા લાગ્યા છે. બ્રહ્મચર્ય અને સત્ય તરફ લોકેનું લક્ષ ખેંચાશે ત્યારે ઉદય થશે. પ્રમાણિકપણું એ પ્રાણુના કરતાં અત્યંત વહાલું ગણાશે ત્યારે જૈનો વગેરે સર્વની ઉન્નતિ થશે. બેલ્યા પ્રમાણે અથવા પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવું એ વાતને પ્રાણ કરતાં પ્યારી માનવામાં આવશે ત્યારે તેની પાસે અસ્પૃદય દેવતા આવીને ખડો થશે. શુદ્ધ પ્રેમ, સત્કાર, ભક્તિ, દયા, સર્વ પર સમાનભાવ એ આર્યોના આર્ય દેવતાઓ થાય છે. તેની આર્યો પૂજા કરશે ત્યારે આર્યોને ઉદય સૂર્યની પેઠે ઝળહળશે. આ તરફ આર્યાવતેનું ધ્યાન ખેંચાઓ !
જાતિ અનુભવ વિચારે. ૧ જે શ્રાવકે પિતાની પાસે આવીને અન્ય સાધુઓની નિન્દા કરે છે તેવા શ્રાવથી ચેતતા રહેવું અને તેવા શ્રાવકની આગળ ખપ જેટલી મિત શબ્દોથી વાત કરવી. કોઈની નિન્દા કરે તે કઈ વખત પિતાની પણ કરે માટે કોઈ શ્રાવક પોતાની પાસે આવીને કોઈ સાધુની નિન્દાની વાત કરે તે કદી સાંભળવી નહિ.
૨ જે સાધુઓ વા જે સાધુઓના શિષ્ય પિતાની પાસે આવીને કઈ સાધુની વા કેઈની નિન્દા કરે છે તે સાંભળવી નહિ. તેમજ તેવાથી
For Private And Personal Use Only