________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ના આ સુદિ ૧૪ ને શુક્રવાર, તા. ૨૫ મી
અકબર ૧૯૧૨ अध्यातमझाने करी विघटे भवभयभीत ।
सत्यधर्म ते शान छे, नमो नमो शाननी रीति-१. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના જન્મમરણને ભય ટળતો નથી, અધ્યાત્મજ્ઞાન વિના મોહસિનું જોર ટળતું નથી, અધ્યાત્મજ્ઞાનથી હૃદયમાં સત્યતત્ત્વનો પ્રકાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માનું છું ચારિત્ર અવબોધી શકાય છે. પંચપરમેષ્ઠી વા વિશસ્થાનક ભૂત પણ પોતાનો આત્મા છે એમ અધ્યાત્મજ્ઞાનથી અવબોધી શકાય છે. આત્મામાં નવપદની વૃદ્ધિ રહેલી છે. જે કંઇ છે તે સર્વ આત્મામાં છે. આત્મામાં ચિત્ત રાખવાથી આત્માના ગુણે પ્રગટ થવાના છે. આમાના અજ્ઞાનથી કસ્તુરીયા મૃગની પેઠે આત્માને ત્યજી અન્ય વસ્તુમાં ભટકવાનું થાય છે. પંચપરમેકીનું આરાધન કરીને પણ આત્માની શુદ્ધિ કરવાની હોય છે. આત્મા ને પરમાત્મા છે એમ વસ્તુતઃ વિચારીએ તો શાથકી સિદ્ધ થાય છે માટે પિતાના આત્માને કદી નીચ માનીને કદી દીનપણું ધારણ કરવું યોગ્ય નથી. દરેક આત્માઓને પોતે તેઓ પરમાત્માઓ છે એમ સમજાવીને તેઓને ખરું સુખ મળે એવા માગે લાવવાની જરૂર છે. મનુષ્યના શરીરમાં રહેલે આભા સત્તાથી પરમાત્મા છે, અને તેને આવિર્ભાવ કરવા જે જે સામગ્રીની આવશ્યકતા છે, તે સામગ્રી પણ મળી છે. આ ભારૂપ પરમાત્માનો ધ્વનિ કયા મનુષ્યના શરીરમાંથી નીકળતો નથી ? આત્મા એ સત્તાએ પરમાત્મા છે. દેવ છે. ભગવાન્ છે એમ સમજનાર મનુષ્યો ત્યારે કહેવાય કે જ્યારે તેઓ દુનિયાના પ્રાણીઓને દેખીને તેઓના પ્રતિ આત્મભાવથી વર્તે છે. આવું સમ્યમ્ અધ્યાત્મજ્ઞાન ક્ષીણ થવાથી આખી દુનિયામાં મેહનું જોર વધવા માંડયું છે તેથી પ્રાણીઓના આત્માઓરૂપ પરમાત્માની જુત્તા જેટલી પણ મહત્ત્વતા અજ્ઞાનિયો આંકી શકતા નથી, અને તેમજ પિતાની દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ માનીને પ્રાણીઓ પ્રતિ જેવી રીતે વર્તવું જોઈએ તેવી રીતે તેઓ વર્તી શકતા નથી. મનુષ્યો, પશુઓ, પંખીઓ વગેરેમાં રહેલા આત્માઓ વસ્તુતઃ સત્તાએ જોતાં પરમાત્મા છે, અને તેઓ સત્તાએ જંગમ પરમાત્માએ જણવામાં આવતાં, નિશ્ચય કરતાં આપણું મન પિતાની અને તેઓની વચ્ચે અભેદપ ધારે છે એમ અનુભવ આવે છે. દુનિયાને હાલ આવા ઉચ્ચ જ્ઞાનની કુળવણી આપવાની જરૂર છે.
For Private And Personal Use Only