________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૭૬૮ ની સાલના વિચારે
૪૫૯
-
-
-
-
-
-
-
-
જૈનધર્મની આવી ઉચ્ચણિ છે અને તે તે પ્રમાણે જે વર્તે છે તે જગમાં પૂજ્ય બને છે. અધ્યાત્મજ્ઞાનની આવી ઉચ્ચદષ્ટિના વિચારને ફેલાવો કરવો જોઈએ, અને આચારમાં તે પ્રમાણે મૂકી શકાય એવા આમસંકલ્પ કરવો જોઈએ.
સંવત ૧૯૬૮ ના
આ
વદિ ૫ ને બુધવાર, તા. ૩૦ મી કટોબર ૧૯૧૨,
હાલમાં બાલ્કનનાં રાજ્યો અને તુર્કનું ભારે યુદ્ધ ચાલે છે. હજારો મનુષ્યોના પ્રાણ નષ્ટ થાય છે. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારની હિંસા થાય છે. સુધરેલાં રાજ્યો સામાન્ય બાબતોમાં લડી ભરીને સુધારાના નામને કલંક લગાડે છે. મોહના જેરથી મનુષ્યો પરસ્પર પ્રાણસંહારયુદ્ધ આરંભે છે. બાહ્ય શકિતયોનો વિકાસ કરીને અન્ય દેશીય વા અન્યધર્મીય મનુષ્યોના નાશાથે પ્રવૃત્તિ થતી હોય તે અનાર્યપણું કહેવાય. આર્યો પોતાની શક્તિને દુનિયાના કયાખથે ઉપયોગ કરે છે, અનાર્યો પોતાના સ્વાર્થ અન્ય મનુષ્યના પ્રાણને નાશ કરે છે, અનાર્યો પિતાની ઉન્નતિ અર્થે અન્ય મનુષ્યોના પ્રાણ ચુસતાં પણ વાર લગાડતા નથી, અને પિતાના સ્વાર્થે ગમે તેવા પાપ કરતાં ઈશ્વરને ભય પણ ગણતા નથી. આ પોતાના સ્વાર્થ માટે અન્ય મનુષ્યો કે જે ગમે તે દેશના વા ગમે તે ધર્મને હોય તો પણ તેઓને કુટુંબની પેઠે માની તેઓના પ્રાણેને નાશ કરતા નથી. જે આર્યપણું ધારણ કરે છે તે આર્ય કહેવાય છે. અનાર્યો તરવારની ધાર વડે પિતાનો ધર્મ વધારવા પ્રયત્ન કરે છે, અને ઈશ્વરની પાસે પાપની માફી માગવા પ્રયત્ન કરે છે. આ કોઈ પણ મનુષ્યના પ્રાણ નષ્ટ કરતા નથી અને તેઓ તરવારની ધાર વડે ધર્મ વધારવા પ્રયત્ન કરતા નથી. આ નીતિના વિચારો અને આચારોને માન આપીને પ્રવૃત્તિમાર્ગમાં સંચરે છે. અનાર્યો સ્વાર્થ વખતે નીતિના આચારે અને વિચારોને દેશવટો આપે છે. જૈનશાસ્ત્રોમાં ખરા આર્યનું સ્વરૂપ દર્શાવ્યું છે. આર્ય વુિં નામ ધારણ કરવાથી ખરો આર્ય કઈ બની શકતું નથી પણ આર્યના ગુણે ધારણ કરવાથી મનુષ્ય ખરે આય થઈ શકે છે. લડાઇઓ
For Private And Personal Use Only