________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૪૫૭
પિતાનું નામ અમર કરી શકે છે. કંચન અને કામિનીના ત્યાગી સેવા સાધુઓ પ્રભુના ધર્મને ફેલાવો કરવા સમર્થ થાય છે, અને તેઓના હાથે ધર્મનો ઉદ્ધાર થાય છે. ધર્મને ફેલાવો કરવા જેણે અંદગીને હામ આપવા હેય તેણે તો યુવાવસ્થામાં સાધુ થઈને ઉપદેશ દેવા બહાર નીકળી પડવું જોઈએ, અને વૃદ્ધાવસ્થા છતાં ધ્યાનમાર્ગમાં વિશેષતઃ જીવન ગાળવું જોઈએ. જૈનમાં આત્મભોગ આપનારા વીરપુરૂષી ઉત્પન્ન થતા નથી તેનું કારણ એ છે કે તેઓ વક્ષિણાની વૃત્તિને તજીશકતા નથી. ગમે તેટલું જુનું હોય પણ જૈનાગમેથી વિરૂદ્ધ હોય અને તેમજ જૈનધર્મના ઉદયમાં વિઘ નાખનાર હોય તેને ત્યાગ કરવો જોઈએ. આત્મવીર્ય કરવનારા જેને પ્રગટાવવા માટે આર્યસમાજીઓની પેઠે જૈનધર્મની પરિપૂર્ણ કેળવણી અને વ્યાવહારિક કેળવણી અપાય એવાં ગુરૂકુળની સ્થાપના થવી જોઈએ. જેઓના હાડોહાડમાં જૈનધર્મની શ્રદ્ધા વ્યાપી રહી હોય અને જેઓની નસેનસમાં જૈનધર્માભિમાનનું લેહી વહેતું હોય અને જેઓ તન, મન, ધન સત્તાને ભોગ આપવાને તૈયાર થઈ ગયા હોય એવા જ્ઞાની જેનાથી જૈનધર્મને ફેલાવો થવાનું છે એમ નકકી માનવું. એવા મહા પુરૂષના કાર્યમાં તન, મન અને ધનથી સહાયક બનનારાઓ મહારા કાન કરી શકે છે. મનુષ્યના શું છે ટાળીને તેઓને સન્માર્ગે ચઢાવવા એ ખરેખરી મનુષ્યોની સેવા છે એવી સેવાને માર્ગ બતાવનાર ઉત્તમજ્ઞાનીઓની સેવામાં સર્વસ્વ અર્પણ કરવું એજ મનુષ્યની ફરજ છે. ઉત્તમ જેને પિતાના આત્મભગવડે મનુષ્યોને ખરા મનુષ્ય તરીકે બનાવવા પ્રયત્ન કરે છે. વૃદ્ધાવસ્થા આવ્યા પૂર્વે ધર્મની પ્રવૃત્તિ સેવાય તેટલી સેવવામાં અંશ માત્ર પણ પ્રમાદ ન કરે. છેલ્લી જીંદગીમાં ધર્મની નિવૃત્તિપ્રવૃત્તિ, ધ્યાન અને સમાધિની આરાધના કરવાની જરૂર છે.
For Private And Personal Use Only