________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સાધુઓએ અભિમાન ધારણ કરવું નહિ, કારણ કે એ થતો અભિમાન પણ મોહ છે. વિજ્યમાં મોહ ઉત્પન્ન ન થાય એવી ભાવના ભાવ્યા કરવી. ક્ષાયિકભાવે મેહ ક્ષીણ થયા વિના મોહને ઉપશમ ભાવ થયે છતે કૃતકૃત્ય થયો છું એમ માની લેવું નહિ. રાગ દ્વેષની ઉટ સામગ્રી મળતાં મેહને ઉપશમભાવ ટકી શકતો નથી. મેહનો ઉપશમભાવ અને પશમભાવ સદાકાલ રહેતો નથી, માટે અપમત્તપણે આત્માના ધર્મમાં ઉપયોગ વડે રમણતા કરવી. મનમાં ઉત્પન્ન થનાર મોહનો કદિ વિશ્વાસ ધારણ કરે નહિ. કારણ કે અનુપયોગદશામાં મનમાં મોહનું સામ્રાજ્ય પ્રવે છે એમ સમજી લેવું. મનમાં ઉત્પન્ન થતી અનેક દુષ્ટ વાસનાઓનું મૂળમાંથી ક્ષય કરવા પ્રયત્ન કરવો. એક ભવમાં કંઈ સંપૂર્ણ કાર્ય સિદ્ધ કરી શકાય નહિ. આખા ભવપર્વત મેહની સાથે યુદ્ધ કરવાની જરૂર છે. ચારિત્રભાવથી આત્માને ભાવી નિર્મલ કરવા પ્રયત્ન સેવ જોઈએ મનની નિર્મલતા એજ મુકિતને સિદ્ધો માર્ગ છે.
સંવત્ ૧૯૬૮ના આસે સુદિ ૧૪ ને ગુરૂવાર તા. ર૮મી
અકબર ૧૯૧૨. પહેલાં વૃદ્ધાવસ્થા થતાં લોકો પ્રવૃત્તિમાર્ગથી ફારગત થઈને ધર્મ, સેવા ભકિત વગેરેમાં સ્વકીય જીવન ગાળતા હતા. હાલમાં મનુષ્ય વૃદ્ધ થયાં છતાં માયાના છંદમાં ફસાઈને પોતાની જીંદગીના ચરમ ભાગને પરભાર્થ કાર્યમાં વાપરતા નથી. કોઈ વિરલા મનુષ્યો પિતાની વૃદ્ધાવસ્થા આવતાં નિવૃત્તિ તરફ વળે છે. વૃદ્ધાવસ્થાથામાં જૈન ઉપાધિમાર્ગનો ત્યાગ કરીને પરમાર્થે જીવન ગાળતા હોય એવા થોડા માલુમ પડે છે. છેલ્લી જીદગીમાં પણ ધર્મની પ્રાપ્તિ માટે જેઓ આત્મભોગ આપતા નથી એવા મનુષ્યનું જીવવું પ્રશસ્ય ગણાતું નથી. ગુણોથકી જે જેનો બનેલા હોય છે, તેઓ ગૃહવાસમાં ૫ પચ્ચાસ વર્ષ ઉપરના છંદગીને ધર્મકાર્યમાં ગાળે છે. યુવાવસ્થામાં ધર્મની સેવા કરી શકાય છે. સાધુએ યુવાવસ્થામાં ધમની જેટલી સેવા બજાવી શકે છે તેટલી વૃદ્ધાવસ્થામાં બ. જાવી શકતા નથી. દેશવીર, ધર્મવીર, કર્મવીર ઇત્યાદિ વીર જગતમાં
For Private And Personal Use Only