________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૪૫૫
પહોંચે છે. મન, વાણી અને કાયાને આરામ આપવાથી શાનિત મળે છે અને તેઓ દ્વારા પુનઃ કાર્યો સારી રીતે કરી શકાય છે. છેલી જીંદગીમાં દુનિયાનાં કાર્યોથી વિરામ પામીને પરમાર્થતાની સેવા કરવી. સાધુઓએ છેલી જીંદગીમાં આરામ લેવો. શાન્ત સ્થળમાં સાધુઓએ છેલી જીંદગી ગુજારવી અને પરમાત્માનું ધ્યાનજ ધરવું. સ્વચ્છ હવા, શાન્ત સ્થળ, પવિત્ર સ્થાન, સાત્વિક આહાર, પ્રભુ ભકિત ઈત્યાદિના સેવન થકી ગૃહસ્થોએ વિશેતઃ છેલ્લી જીંદગી ધર્મમાં ગાળવી.
સંવત ૧૯૬૮ ના આસો સુદ ૧૦ ને રવિવાર. તા, ૨૦ મી
અકબર સને ૧૯૧૨. આત્માનું ચિંતવન કરવામાં મન જોડાય છે તે મનવડે મોક્ષની સાધના થાય છે. પંચેંદ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ વડે મન ભટકે છે તો તે મન તેજ સંસાર છે. મનમાંથી વિષયોની વા સના ટળે છે તો શરીર પણ પવિત્ર રહી શકે છે. મનની અસર શરીર પર થાય છે. અધ્યાભનયની અપેક્ષાએ રાગ દેવાદિ મોહના વિકલ્પસહિત ચિંતવન તે જૈન શૈલીએ મન કહેવામાં આવે છે. મન જે મરે છે તો સર્વ પ્રકારની આંતરિક અશાંતિ વિલય પામે છે. મનને હળવે હળવે આત્માના ગુણે તરફ વાળવું. મન ઉપર વિજય મેળવ્યા વિના કદિ મહા વિજય પ્રાપ્ત કર્યો એમ કહી શકાય નહિ. મનના ઉપર વિજય મેળવનાર આખી દુનિયા ઉપર વિજય મેળવી શકે છે. મનને જીત્યા વિના કદી ખરે સંયમ પ્રાપ્ત કરી શકાતો નથી. સ્થલ દુનિયાના ઉપર વિજય મેળવી શકાય પણ મનના ઉપર વિજ મેળવો એ કાર્ય ધાર્યા કરતાં પણ અત્યંત દુષ્કર છે. આખી દુનિયાનું રાજ્ય પ્રાપ્ત કરવું તે સહેલ છે પણ મનમાં ઉત્પન્ન થનાર મોહને જીતવો તે મુશ્કેલ છે. લશ્કરીનો પોષાક માત્ર પહેરવાથી ખરા લડવૈયાનું પદ મળી શકતું નથી, પણુ યુદ્ધમાં વીરત્વ બતાવવાથી ખરા લડયાનું પદ મળે છે. તેમ સાધુને વેષ ધારણ કરવા માત્રથી કંઈ મનમાં ઉત્પન્ન થનાર મોહને જીતી શકાતો નથી, પણ મેહના વિકારો સાથે યુદ્ધ કરવાથી ખરૂં સાધત્વ પ્રાપ્ત થાય છે, મેં મહિને જીત્યા છે એવું કહી
For Private And Personal Use Only