________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
ભવ પ્રકટે છે. લાખે ઘણું આવા વિચાર કરીને પણ એક ઘણું આચારમાં મૂકવાનો નિશ્ચય કરીને આન્તરિક જીવન વડે જીવવું જોઈએ.
સંવત ૧૬૮ ના આ સુદિ ૯ ને શનિવાર, તા. ૧૮મી
અકબર ૧૯૧ર. સદિચારો વડે દુનિયાને જાગ્રત કરી શકાય છે. જે આત્માઓમાં સદ્વિચાર પ્રગટે છે, તેઓ હળવે હળવે તે પ્રમાણે વર્તવાની ગતિ કર્યા કરે છે. મગજને વિશ્રામ મળે તેમ વર્તવાની જરૂર છે. મગજ થાકે એટલે વિચાર કરતાં બંધ પડવું જોઈએ. નેપોલીયન બોનાપાર્ટમાં એવી શકિત હતી કે તે પોતાની મરજી પ્રમાણે ઉધે, તે ધાર્યા વખતે સુઈ જતો અને ધાર્યા વખતે ઉઠતો. તે ચાલતી લડાઈએ આનન્દથી કાવ્યો રચતો હતો. પિતાની પાસે પડેલા બંદુકના ગળાથી ધૂળ ઉડતી તેને તે લખેલા કાગળ ઉપર નાખતો. તે અડધા કલાક પર્યત ઉંઘતો. તેનો દઢ સંક૯પ હતું કે જેથી તે ધારે તે પ્રમાણે તેને ઉધ આવતી હતી. અમેરીકાના ઉજવેલ્ટમાં પણ મગજને તાબે રાખીને કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે. તેને ગોળી મારનાર ઉપર પણ તેણે ક્રોધ કર્યો નથી. છાતીમાં ગોળી બે ઇંચ પેસી જવા છતાં ભાષણના ટાઈમને સાચવવા માટે દોઢ કલાક ભાષણ આપ્યા બાદ છાતીમાંથી ગેળી કઢાવી. હાલ તેની તબીયતમાં સુધારો થત જાય છે. પાશ્ચાત્ય પ્રજામાં વખતસર કાર્ય કરવાનો રીવાજ પડેલો છે. તેઓ વખતની તથા વિચારની તથા કાર્યની અતિ કિંમ્મત અંકે છે. ટાઈમસર દરેક કાર્ય કરવાની ટેવથી તેઓ કર્મચાગી થયા છે. ટાઈમસર સર્વ કાર્ય કરવા માટે તેઓ સદા આતુર રહે છે. તેઓ વિચારને આચારમાં મૂકવા પ્રયત્ન કરે છે. આર્યાવર્તામાં તેનામાં રહેલા ઉત્તમ ગુણો જેવા કે સંપ-નિયમસર કાર્ય કરવાની ટેવ સમયની કિસ્મત આંકવી વગેરે દાખલ થશે તે. આર્યાવર્તની ઉન્નતિ થશે. નિયમિત વિચારે અને આચારનું સેવન કરવું એ દયનું પ્રથમ ચિન્હ છે.અનેક કાર્યમાં ગુંથાયેલા મગજને કાયા અને વાણીને શાન્તિ આપવાની ખાસ જરૂર છે. મન, વાણું અને કાયાની પાસેથી હદબહાર કમલેવાથી ધાર્યા કરતાં હાનિ વિશેષ
For Private And Personal Use Only