________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૫૩
સંવત ૧૯૬૮ ના આ સુદિ ૫ ને મંગળવાર, તા. ૧૫ મી
અકબર સને ૧૯૧૨. આત્મન ! પિતાના શુદ્ધધર્મનું અન્ય કોઈથી અપમાન થવાનું નથી. બાહ્ય સંગો તરફ અવલેતાં માન અને અપમાન છે પણ અન્તર્ની દૃષ્ટિથી આત્માના શુદ્ધધર્મના ધ્યાનમાં વિચારતાં માન અને અપમાનની કલ્પના આત્માને કડવા શકિતમાન થતી નથી. અશુદ્ધ રાગદ્વેષની પરિણતિવડે પિતાનું અપમાન પિતાના હાથે કરી શકાય છે. જે મનુષ્યો અન્યના આત્માઓનું અપમાન કરવા ઇચ્છે છે તેઓ પ્રથમ અશુભેચ્છા વડે પિતાના આત્માનું અપમાન કરે છે. કારણ કે અપમાન કરવાની અશુભ પરિણતિવડે પ્રથમ પોતાના આત્માને કલંકિત કરે છે. જેઓ અન્યના આત્માઓને ધિકકારી કાઢે છે, તેઓ પ્રથમ આત્મામાં ઉત્પન્ન થયેલી અશુભપરિણતિ વડે પિતાને ધિકારી કાઢીને નીચ બને છે. જેઓ અન્યનું જે જે અશુભ ઇચ્છે છે તેઓને તે તે અશુભ પરિણતિવડે અશુભ પ્રાપ્ત થાય છે. રાગદેષવડે અને પ્રતિ જેવું ઈચછવામાં આવે છે તેવું રાગદ્વેષની પરિણતિથી પરિણામ પામેલા આત્માને પ્રાપ્ત થાય છે. અન્તમાં આ સંબંધી વિશેષ વિચાર કરવામાં આવે તે કદી કોઇનું અપમાન કરવાની ત્તિ થાય નહિ, તેમજ અન્તમાં આ સંબંધી ઉપયોગ દેવામાં આવે તો રાગદ્વેષની પરિણતિવડે લેપાયમાનપણું થાય નહિ તથા આત્માની શુદ્ધિમાં પ્રતિદિન વૃદ્ધ થતી જાય. અન્ય મનુષ્પો અપમાન-ધિકારની જે જે ચેષ્ટા કરે તેને આત્માને સંબંધ નથી, એ નિશ્ચય કરીને આત્માને નિર્લેપ ભાવવો. અસંખ્યપ્રદેશી આત્માનું અન્તર્દૃષ્ટિથી અવલોકતાં કોઈ અપમાન કરવા સમર્થ નથી. માન અને અપમાનમાં ભમવની કલ્પના કરનારો બહિત્તિથી શુદ્ધાત્મા ત્યારે છે, અને તેના સ્વભાવમાં રમણતા કરવી એજ મુખ્ય કાર્ય છે એવો નિશ્ચય કરીને તેમાં સદા તન્મય રહેનારને માન અને અપમાનમાં સમત્વ રહે છે. આવી દશાના વિચારોને આચારમાં મૂક્યા વિના હેળીના રાજાની પેઠે વા ઉન્માદીની પેઠે શુષ્કપણું ધારણ કરવાથી આત્મ કલ્યાણ થતું નથી. કોઈ પણ આત્માનું અપમાન કરીને તેનામાં ભ ઉત્પન્ન કરવાથી ભાવહિંસાને દેવા લાગે છે. સાધુ પણની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરતાં પ્રમાદ ન નડે એવો ઉપયોગ રાખવાની જરૂર છે. આત્માના સગુણેમાં વિધ નાંખનારી માનાપમાનની વૃત્તિને જીતવાથી પિતાના આત્માને ખરા રૂપે દેખી શકવાનો અનુ
For Private And Personal Use Only