________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ર:
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
-~
~-~
સંવત ૧૬૮ ને આ સુદિ ૪ ને સોમવાર. તા. ૧૪ મી
અકબર ૧ર. અધ્યાત્મશાસે વડે આત્માનું સ્વરૂપ અવધીને આત્માનું સ્વરૂપ અનુભવવા પ્રયત્ન કરવો જોઈએ. આત્માને આનન્દ આસ્વાધા વિના પર ભાવની તૃષ્ણનો દાહ ટળતો નથી, અને તે વિના ખરી શાન્તિ થતી નથી. આત્માનો અનુભવ કરીને આત્મામાં રમણતા કરનારાઓ જે પ્રકાશ ખીલવે છે તે બાહ્ય વિદ્યાના અભ્યાસકે અવબોધવાને શક્તિમાન થતા નથી. આગમોમાં કહેલું એવું આત્માનું સ્વરૂપ જાણીને શુકજ્ઞાનની લુખાશમાં પડી રહેવું નહિ. કિંતુ આત્મામાં ઉંડા ઉતરીને નિર્વિકલ્પદશામાં સ્થિર થઈ શુદ્ધ જ્ઞાનને અનુભવ લે. શાબ્દિક તાર્કિક ઝઘડાઓની વિટંબનામાં અહેવ ફુરે છે. બાહ્ય પદાર્થોમાં વારંવાર અહંવ સ્પરે છે તેથી આત્માના આંનદરસની નદીઓ, વાદના પ્રદેશમાં કલેશ તાપથી સુકાઈ જાય છે. જે મનુષ્ય એકવાર આત્માના શુદ્ધધર્મમાં રમણતા કરવાને ઉંડે ઉતરે છે, અને કંઈક અનુભવ મેળવે છે તેને ફક્ત બાહ્ય જીવન જીવવાની રૂચિ રહેતી નથી. જે મનુષ્ય અન્તર્ના શુદ્ધ આત્મામાં તલ્લીન થઈને આત્માના આનંદરસને પ્રગટાવે છે, તેનું બાહ્યજીવન પણ આનન્દની કાન્તિથી ખીલેલું લાગે છે. આત્મામાં અન્તરદૃષ્ટિથી ઉંડા ઉતરવાથી કર્મની પ્રકૃતિ ટળે છે અને ભેદભાવના નિયમનું એકાન સાંપ્રદાયિક રચનાઓનું બંધન તેને અબંધરૂપ લાગે છે, અને તે અસંખ્ય ભેદોમાં છુપાયેલા આત્માઓને પિતાના જે દેખવા સમર્થ બને છે, અને તેથી તે વિશુદ્ધ પરિણામતા વિલાસને ધારણ કરવા સમર્થ બને છે. આત્માના જ્ઞાનની ઉભાવાવસ્થામાં શુદ્ધ પ્રેમનો પ્રવાહ અનવધિ વહેવા માંડે છે, અને તેથી ઉચ્ચ પરિણામને ધારણ કરનાર આત્મા, ઉપરના ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે છે. બાહ્ય દુનિયાના સ્વરૂપને તે બાહ્યરૂપને તે બાહ્યરૂપે દેખે છે, અને અન્તરને અન્તપણે દેખે છે તે તટસ્થપણે સર્વને દેખતો તો સામ્યના પ્રદેશ તરફ પ્રવૃતિ કરે છે, અને પ્રભુ શ્રીવીરનાં વચનના અનુસાર આત્માના પ્રદેશ પ્રદેશે રહેલી અનંતજ્ઞાનાદિ ઋહિના પ્રદેશ પાસે વસવારૂપ પિતે છે, અને એ પ્રદેશે પણ પોતે છે એમ અનુભવીને ભેદદષ્ટિને અભેદ ભાવમાં લય કરે છે. શ્રતજ્ઞાન વડે આત્મદ્રવ્યની ઉપાસના કરનારે પોતે પિતાને કત, કર્મ, કરણ, સ પ્રદાન, અપાદાન, અને અધિકરણકારકરૂપે અનુભવે છે અને તે સર્વ કારકોને પિતાનામાં અભેદરૂપે દેખે છે અને પરમસુખની ખુમારી પામે છે.
For Private And Personal Use Only