________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચાર,
ભૂલ દેખતા નથી પણ સત્યની દષ્ટિએ દેખતાં ઘણું ભૂલ રહે છે. આપણું જાના રીત રીવાજોને અને આગમોને બાધ ન આવે એવી રીતે જમાનાને અનસરી પ્રગતિ કરી શકાય એવી સ્થિતિમાં આચારો મૂકવા એજ સુધારા કહી શકાય. જે લોકે જેનાગ જાણતા નથી અને જેનાગોની નિન્દા કરે છે, તેઓ મૂખનું ડહાપણ ધારણ કરે છે. યોગ્ય એવા સુધારાઓ કરવાની જરૂર છે અને તે બહુ ડહાપણ ભરેલી રીતે ધીમે ધીમે આગમને આગળ કરીને કરવાના છે, એમ બે નહીં કરવામાં આવે અને સ્વછંદ મતિથી નાતિકતાને ફેલાવો કરવામાં આવશે, તે ત્રિશંકુના જેવી અવસ્થા થઈ પડશે. પ્રાચીનકાલથી જેને આગળ પડતો ભાગ લેનારા છે. જૈનોના આગમોમાં જે સદાચાર અને સદ્દવિચારો દર્શાવ્યા છે તે સુધારાની છેલ્લી શોધ છે. આપણું પ્રાચીન તપાસવામાં આવે અને તેને સુધારકના સુધારાની સાથે મુકાબલો કરવામાં આવે તો પ્રાચીનની સત્યતા જણાઈ આવશે. પાશ્ચાત્ય લકે આપણું પ્રાચીન તત્વેની પ્રશંસા કરે છે. પાશ્ચાત્ય લોકોનું બધું ખરું છે એ ભ્રમ કદિ રાખવો નહિ. પાશ્ચાત્યના આચાર વિચાર અને આપણું આચાર વિચારનો મુકાબલે કરીશું તે તેમાં આપણું સત્ય લાગશે, સંપ-પ્રેમ, સહાય, ઉધમ, બહાદુરી, ખરી નીતિ, ટેક, સહન શીલતા, આત્મ ભાગ વગેરે. આપણું ગુણે તેઓમાં ગયા અને દુર્ગુણોથી આપણે મિત્રાચારી કરી તેથી આપણે લોકોની અવનતિ થઈ છે. આત્માના ગુણે પ્રાપ્ત કરવાની તૈયારી કરો. જુનાઓએ તુચ્છ અને હેમી બાબતોમાં “ હેરાના નાડા'ની પેઠે કદાગ્રહ કરીને યોગ્ય સુધારાના ઉદય માર્ગમાં કાંટા નાખવા નહિ. આત્માના ગુણોથી આપણો ઉદય થવાનો છે. પિતાને આત્માની મહત્તા અવધે. પિોતાના આત્માની પેઠે અને ગણીને તેઓની સાથે શુદ્ધ ભાવથી વર્તીને તેઓને મદદ કરે. શ્રી મહાવીર પ્રભુના માર્ગમાં સ્થિર થાઓ. શ્રદ્ધાથી આત્મબળ ખીલશે અને તેથી આપણો ઉદય થશે.
For Private And Personal Use Only