________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
કાન
-
-
--
*
લાગ્યું કે આ કાળમાં દેવતા કયાંથી આવે ? દેવતા હશે કે કેમ? સાધુને બાનિત થઈ હશે અથવા તેઓનું વચન અસત્ય હશે ? આ પ્રમાણે વિચાર કરીને ઉતરતો હતો અને પાછો ચઢતો હતો. દશબાર વાર એમ ચઢો ને ઉતર્યો. એવામાં ત્યાં એક કઠિયારે ભારી લેઇને આવ્યા તેણે શેઠને બધું વૃતાંત પૂછયું. કઠીયારાએ તે કાર્ય કરવાનું માથે લીધું અને મંત્ર શીખો વૃક્ષ પર ચઢીને મંત્ર બોલી પડે કે તુર્ત વચમાંથી દેવતાને ઝીલી લીધે અને ઈષ્ટ વર આપ્યું. અને દેવા જવા લાગે ત્યારે શું કહેવા લાગ્યો કે હે દેવ ઉભા રહા ! હવે હું મંત્ર ભણી ઝાડ પરથી પડું છું. દેવતાએ કહ્યું કે હવે માથાકૂટ ન કર ! હવે પછી તે મરી જઈશ. એ તો વિશ્વાસથી કાર્ય થાય છે. આ પ્રમાણે કહી દેવતા અન્નધન થઈ ગયે. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું કે શ્રદ્ધાથી દેવીશકિત ખીલે છે, શ્રદ્ધાથી નાનું બાળક માતાના ખોળામાં રમે છે અને તેનું પિષણ થાય છે. શ્રદ્ધા વિના કોઈ પણ કાર્ય કરી શકાતું નથી. શ્રદ્ધા વિના દુનિયાને વ્યવહાર ચાલી શકે નહીં. પરોક્ષ એવા પરમાત્મા ઉપર પણ શ્રદ્ધા વિના ભક્તિ રહે નહિ. શ્રદ્ધા એજ ધર્મનું મૂળ છે.
સંવત ૧૯૬૮ ના આ સુદિ ૩ ને રવિવાર, તા. ૧૩ મી
અકબર ૧૯૧૨, મોમાં પણ સુધારકો અને જુનાઓ એમ બે પક્ષ પડવાને સંભવ જણાય છે. જૈનધર્મના આગમની માન્યતા અને આચાર વિચારથી અન્ય એવા સુધારાને સુધારાના નામે ચલાવનારાઓને વિજય પ્રાપ્ત થવાને નથી. જૈન સુધારાની વ્યાખ્યા હાલના કેટલાક કુધારકે કરે છે તે સુધારાની વ્યાખ્યા પરિપૂર્ણ સાચી નથી. જેનાગમોની શ્રદ્ધાથી ભ્રષ્ટ અને સદાચારોથી ભ્રષ્ટ એવા સુધારાભાસકો પિતાની ભૂલોને દેખાશે, અને પિતાના વિચારોમાં ખામી દેખીને આગના આધારે પ્રવર્તશે તો તેમનામાં બળ પ્રગટશે. સુધારાભાસકે વિચારે છે કે લોકોને અમારી તરફ વાળવામાં સાધુઓ હરકત કરે છે પણ સાધુઓનું મૂળ ખોદી કાઢવામાં આવે તે માર્ગ સાફ થાય. આવા તેમના વિચારોમાં જુસ્સાના આવેશથી તેઓ
For Private And Personal Use Only