________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૪૪૯
બરબાદ કરે છે. જડ વસ્તુઓની આગળ આત્માઓની કંઈ, મહત્તા નથી એવું જેઓ માને છે તેના હૃદયમાં કદી પ્રભુની વા પ્રભુના ગુણોને ધ્યેયરૂપે વાસ થતું નથી. એવા લેકને પણ જાગ્રત કરીને આત્માની મહત્તા સમજાવવા પ્રયત્ન કરે !
સંવત ૧૯૬૮ ના આશે શુદિ ૨ને શનિવારે તા. ૧ર
મી અકબર ૧૯૧૨. શ્રદ્ધા વિના કાર્યની સિદ્ધિ થતી નથી. શ્રદ્ધાથી આત્મામાં કાર્ય કરવાની શકિત વધે છે. શ્રદ્ધા વિના આત્માની હાનિ થાય છે. મંત્રના આરાધનમાં પણ શ્રદ્ધા વિના ઇષ્ટ સિદ્ધિ થતી નથી. પુત્રની પિતાના ઉપર શ્રદ્ધા હોય છે તે પિતાના હાથે પુત્રનું ભલું થાય છે. પુત્રીની માતા ઉપર શ્રદ્ધા હોય છે તો પુત્રીનું હિત કરવામાં માતાની લાગણી પ્રેરાય છે. ભકતની ગુરૂ ઉપર શ્રદ્ધા હોય છે તો ગુરૂના ઉપદેશ વડે તેઓનું કલ્યાણ થાય છે. શિષ્યની ગુરૂ ઉપર શ્રદ્ધા હોય છે તે ગુરૂની વાણીની અસર સારી થાય છે અને ગુરૂના સદુપદેશ પ્રમાણે શિષ્ય પ્રવર્તે છે, અને તેથી તે આત્મોન્નતિ કરી શકે છે. સંશયશીલ આત્મા હણાય છે અને શ્રદ્ધાશીલ આત્મામાં ઉદય થાય છે. શ્રદ્ધાના ઉપર એક શેઠનું અને કઠીયારાનું દષ્ટાંત નીચે પ્રમાણે સમજવું:
- એક નગરમાં એક સાધુ રહેતો હતો. તેની સેવા એક વણિક શેઠ કરતો હતે. ગુરૂને દરરોજ દેવતાની સાધના માટે વિનંતિ કરતો હતો પણ ગુરૂ તેને યોગ્ય જાણતા નહોતા. એક દિવસે તેણે સાધુને કહ્યું કે મને મંત્ર આપે. આપ્યા વિના છૂટકે થવાનો નથી. સાધુએ તેને મંત્ર આપીને કહ્યું કે ગામની બહાર એક વડતળે ધૂળને ઢગલો કરી તેના ઉપર તરવાર ઘે ચીને તું ઝાડ ઉપર ચઢીને મંત્ર ભર્શ ભૂસકો માર કે જેથી તેને દેવતા તુને પ્રત્યક્ષ થશે. ૫ વાગે ગામની બહાર વડના ઝાડ નીચે તરવાર ઘાચી ઝાડ ઉપર ચઢ. મનમાં વિચારવા લાગ્યો કે શું આ વાત ખરી હશે ? આ તો મારા નાશનો ઉપાય લાગે છે. એમ ચિંતવી નીચે ઉતર્યો, પાછું વૃક્ષ ઉપર ચડયો અને પડવાની તૈયારી કરતાં વિચારવા
67
For Private And Personal Use Only