________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો
૪૪૭
આકારથી મનુષ્યની પરીક્ષા કરી શકે છે. મધ્યમ પુરૂષ તેનાં આચરણે તપાસે છે. શનિપુરૂ શરીરમાં રહેલા એવા આત્માને દેખે છે. તેઓ શરીરરૂપ પેટીને દેખોને ખુશ થતા નથી પણ શરીરરૂપ પેટીમાં રહેલા આભાને દેખી ખુશ થાય છે, તેથી તેઓ પરમ શરીરમાં રહેલ આત્માનું પિતાના આત્માની પઠે શુદ્ધ પ્રેમથી સન્માન ઇચ્છે છે. પોતાને જેવું તેવું પર” આવી જ્ઞાતિની દષ્ટિ થઈ જાય છે. જ્ઞાતિ મૂઢ મનુષ્યોની પેઠે શરીરના મેળવો મેળાપ માનતા નથી. જ્ઞાનીઓ, શરીરમાં રહેલા આત્માની સાથે મેળાપ રાખે છે તેથી બાહ્ય કરતાં અન્તરના મેળથી તેઓ ખરેખર મેળને નભાવી શકે છે. આત્માને મેળ વિનાને બાહ્ય મેળ સદા પ્રિયકર રહેતો નથી. ખરા જ્ઞાની પ્રેમલક્ષણુભકિતની સેવા પ્રબોધે છે. જગના જીવાની યથાયોગ્ય સેવા કરનારા મનુષ્ય જે ધર્મમાં પ્રકટી નીકળે છે તે કાળમાં તે ધર્મ તરફ દુનિયાનું આકર્ષણ થાય છે. જ્ઞાનીઓ પિતાના આત્માને જાણીને બેસી રહેતા નથી. અનુઘોગી આત્મા અભિનવવિર્ય પ્રગટાવી શકતો નથી. જ્ઞાનીઓની દશા દેશકાલના અનુસાર ઉત્તમ હેય છે. જ્ઞાનીઓ માન અને અપમાનના અધ્યવસાયોને જીતી લે છે. કા રણ કે તેઓ માન અને અપમાનથી પોતાના આત્માને જ્યારે દેખે છે. મન અને અપમાનના સંયોગેમાં પણ જ્ઞાનીઓ પોતાનું કાર્ય કર્યા કરે છે. નાની એ દુનિયા મારા તરફ કે અભિપ્રાય ધરાવે છે તે તરફ દૃષ્ટિ દેતા નથી પણ દુનિયાનું છે. કેવી રીતે કરવું એજ લક્ષ રાખીને સુકાર્યો કર્યા કરે છે. જ્ઞાનીઓ તસ્વરમાણુતા વડે સ્વતંત્ર સહજાનન્દને ભોગ ભોગવે છે તેથી તેઓ દુનિયાની પેઠે પર વસ્તુઓના પ્રહણ ત્યાગની હાય વરાળમાં મુંઝાઈ જતા નથી. જ્ઞાનીએ દેશ, જાતિ, લિંગ, વેષ, આચાર આદિના મર્યાદિત વ્યહારથી સર્વ જીવોની દયા-સેવા કરવામાં સંકુચિતતા ધારણ કરતા નથી. તેઓનું હદય ક્ષેત્ર વિશાલ હેય છે. “મેટાનું સર્વ મોટું ”
એવું તેમના માં દેખાય છે. જ્ઞાનીઓ, આચારો અને વિચારોના ભેદના સૂક્ષ્મ આશ જાને સ્યાદ્વાદષ્ટિથી સમાધાન કરે છે અને અગમ્ય માર્ગ તરફ ગતિ કવ કરે છે.
For Private And Personal Use Only