________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४६
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
વધવા માંડે છે. અહંવ, ધ, માન, માયા, લોભ વગેરે દોષનું જોર મંદ પડે છે. પ્રાણાર્પણ કરીને પગ ધર્મની રક્ષા કરવી, એવી લોકોમાં ભાવના ખીલી ઉઠે છે. આત્મભેગ આપીને ધર્મનો પ્રચાર કરવા માટે સમર્થ પુરૂષો ત્યાગીના વેષમાં જગત માં વિચરવા માંડે છે. નીતિના નિયમો ઉપર દઢ શ્રદ્ધા થતી જાય છે. સાધુઓ અને ગૃહમાં શુદ્ધ પ્રેમ અને સપનાં ચિન્હો પ્રગટપણે દેખાય છે. ધર્મને ઉદયમાં આવતાં વિદને પાછાં હઠતાં જાય છે. ઉત્તમ વકતાઓ, લેખકે, યોગીઓ, જ્ઞાનીઓ તપસ્વીઓ, શોધક, ભકતો ઘણું પ્રગટ થયેલા જોવામાં આવે છે. ઉત્તમ શિખ્યો અને ઉત્તમ ગુરૂઓ દેખવામાં આવે છે. અનેક શૂરા મહાત્માઓ ધર્મને વધારવાના કાર્યોમાં લાગેલા દેખાય છે. ગુરૂઓના ઉપદેશ પ્રમાણે સર્વસ્વ અર્પણ કરનારા શિષ્યો દેખવામાં આવે છે. નાત જાતના લેશો, ભેદે શાન્ત થતા દેખવામાં આવે છે. સંકુચિતદષ્ટિને ત્યાગ કરીને લોકો વિશાલદષ્ટિથી દેખાવા લાગે છે. ગુણાનુરાગથી લોકો એક બીજાના ગુણ તરફ દેખાવા લાગે છે. જ્ઞાન તરફ લોકોની અભિરૂચિ વધવા માંડે છે. અધ્યાત્મમાર્ગ તરફ લેકેનું મન ખેંચાય છે. હજારે ગુરૂકુલે, પાઠશાળાઓ, સ્થાપન થયેલી દેખવામાં આવે છે. ભાવભાવને એકાતે માનીને આળસુ બનેલા લોકો પણ ધર્મ ધ્યાન તરફ રૂચિ ધરાવનારા થાય છે. શ્રી મહાવીર પ્રભુનાં વચને પર પ્રેમ જાગે છે. ગુરૂની ભકિત ઘણી દેખાય છે. ઉપયુક્ત-લક્ષણોથી ધર્મોદય થવાના છે એમ માલુમ પડી આવે છે.
સંવત્ ૧૯૬૮ ને ભાદરવા વદ ૦)) ને ગુરૂવાર તા. ૧૦
મી અકબર સને ૧૯૧ર. ભકિત સેવા વગરનું જ્ઞાન પિતાના આત્મામાં સરસતા પ્રગટાવવા સમર્થ થતું નથી. કેાઈ સેવા કરે છે પણ તેનામાં જ્ઞાન હોતું નથી. કેઈનામાં જ્ઞાન હેય છે પણ ભક્ત સેવા વિનાને શુષ્ક હોય છે. કોઇમાં દયાશ્રદ્ધા હોય છે પણ જ્ઞાન હેતુ નવા. કાઈનામાં પરોપકાર ગુણ ખીલ્યા હોય છે પણ દર્શન ગુણ હોતો નથી. સર્વ પ્રકારના ગુણે, એક વ્યક્તિમાં સંપૂર્ણ ખીલેલા હોય એવું જોવામાં આવતું નથી. અજ્ઞાનિ શરીરના
For Private And Personal Use Only