________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૪૪૧
જેવો પિતાનું શુદ્ધ સ્વરૂપ ધ્યાઈને અને પ્રાપ્ત કરીને મુક્ત થયા, અને ભવિષ્યમાં મુકત થશે. આત્માનું સ્વરૂપ વિચારતાં કર્મની વર્ગણાઓ ખરે છે, આત્માની મૂળ સત્તાના ધ્યાન ઉપર લક્ષ આપ, આમાની મૂળ સત્તાના ધ્યાનમાં નિર્વિકલ્પ થઈ જા, રમવાદિના વિકલ્પ સમાવવાને માટે આત્માની મૂળ સત્તાને ઉપયોગી થશે. હું ધ્યાન કરનાર ભિન્ન છું, ધ્યાન ભિન્ન છે અને ધ્યેય ભિન્ન છે એવું ભેદધ્યાન પ્રથમ તો સર્વને પ્રાપ્ત થાય છે. આત્માનું ધ્યાન ધ્યાતાં ધ્યાન ધ્યેયની એકતાએ અભેદ સમાધિમાં પ્રવેશ કરી શકાય છે. કમની વગાઓને બાંધનાર તું છે, અને તેનો નાશ કરનાર પણ તું છે. કર્મને બાંધતી વખતે તારે પર્યાય જુદો હતો. ધ્યાન કરતી વખતે તું ભિન્ન પર્યાય પરિણમી છે, તેથી પર્યાયની અપેક્ષાએ પૂર્વને તું નથી. આત્મદ્રવ્યની અપેક્ષાએ તું પૂર્વને છે. વર્તમાનકાળમાં ધ્યાનની દશામાં પૂર્વના અશુદ્ધ પર્યાના આરોપનું આહવ તું પોતાનામાં કલ્પીશ નહીં. શુદ્ધ નિશ્ચય નવ કથિત શુદ્ધરૂપી એવું પિતાનું સ્વરૂપ તું ધ્યાનમાં ધારણ કર !
સંવત્ ૧૬૮ ના ભાદરવા વદિ ૮ ને શુક્રવાર, તા. ૪ થી
અકબર સને ૧૯ર. હે પ્રભો ! તું અન્તર્યામી છે. તારા ગુણેને હું પાર પામી શકત નથી. તું અપરંપાર શક્તિમય છે. પ્રભ! જે કાંઈ લખ્યું હોય, મારાથી જે કાંઈ ઉપદેશ દેવા હોય, તેમાં દષ્ટિથી તમારી આજ્ઞાથી વિરુદ્ધ લખાયું, બેલાયું વા વિચાર્યું હોય તે તેની માફી માગું છું. મેં જે જે અપેક્ષાએ લખ્યું હોય તે સંબંધી ઘણા આશયે હૃદયમાંથી બહાર ન નિકળે તેથી તેનો વાચક વિપરીત અર્થ કરે, તેમાં મારા અધ્યવસાયમી અપેક્ષાએ ભૂલ કરવાની વા વિપરીત અર્થ લોકો કરે એવી બુદ્ધિ નું હોવાથી મારા આત્માને તું સાક્ષી છે. કારણ કે તું સર્વત છે. સર્વર પ્રભો ! હું જાણું છું તેટલું કહી શકતો નથી, અને તેટલું લખી શકતા નથી. આખી જીંદગી પર્યત બોલવામાં આવે વા લખવામાં આવે તો પણ પ્રજ્ઞાપનીય પદાર્થોને અનન્ત ભાગ કથી વા લખી શકાય છે. સર્વજ્ઞ
56
For Private And Personal Use Only