________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલના વિચારે.
૪૩૯
જન
/
1.
•
-
આત્માનું સ્વરૂપ વિચારતાં ધાવતાં આત્મામાં મને વિશ્રામ પામે છે. અને આત્માના સ્વરૂપમાં રમણતા કરતાં આનંદરસની ઘેન ચઢે છે. એવી આત્માની દશામાં અનુભવ જ્ઞાન પિતાને પ્રાપ્ત થાય છે, એમ આત્મતત્ત્વ ધ્યાની નિશ્ચય કરે છે, અને આગળ વધવા પ્રયત્ન કરે છે. આત્માને અનુભવ થતાં આનંદના ઓધ પ્રગટે છે. હે આત્મન ! હારા શુદ્ધ ધર્મના ઉપગે રહી સહજાનંદરસને રસીલો થા !!! એજ તારો મૂળ ધર્મ છે.
- x
x
x
x
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વદિ ૬ ને બુધવાર, તા. ૨ જી
અકબર સને ૧૯૧ર, જે જે મનુષ્ય આ ભવમાં જે જે ધર્મકાર્યો ભેગા મળીને કરે છે, તે તે મનુષ્યો પરભવમાં પણ ભેગા મળે છે, અને ધર્મકાર્યો પણ પ્રાયઃ ભેગા મળીને કરે છે. પાપ કાર્યોમાં પણ તેવી જ રીતે સમજવું. સગર ચક્રવત્તિના સાઠ હજાર પુત્રનું દષ્ટાંત સમજી લેવું. શ્રી નેમિનાથ પ્રભુ શ્રી રાજીમાતા ની સાથે આ ભવથી સાથે હતાં, તેથી નવમા ભાવમાં પણ બન્ને ભેગાં થયાં. દેવદર્શન, પ્રભુપૂજ, પાષધ, દીક્ષા, યાત્રા, ધર્મગણી વગેરેમાં જે જે મનુષ્યો પરસ્પર પ્રેમથી મળીને ભેગા થઈ પ્રવૃત્તિ કરે છે તેઓ પ્રાયઃ પરભવમાં ભેગા મળે છે. દેખવા માત્રથી જેના ઉપર આપણને અત્યંત પ્રેમ ઉપજે છે તે પૂર્વભવને આપણે સંબંધી જાણો. તેમજ અકારણ–દેખવા માત્રથી જેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે, તેને ઉપર પૂર્વ ભવમાં વૈરીની ભાવના કરી હશે એમ સમજવું. આ જન્મમાં જે જે જીવો ઉપર પ્રેમ ધારણ કરવામાં આવે છે તે તે જીવો પરભવમાં આપણા મિત્રો સંબંધીઓ બને છે. અને જેના ઉપર આપણે ખરાબ શત્રપણાના વિચારો કરીએ છીએ તેના ઉપર પ્રાયઃ પરભવમાં સંબંધમાં આવતાં પાછું વૈર વધે છે. અગ્નિશર્માએ સમરાદિત્ય ઉપર ચિંતવેલા વૈરના વિચારોને અનુભવ કરવો. વીર પ્રભુ ઉપર પૂર્વભવમાં શવ્યાપાલક પિતાના કાનમાં સીસુ રેડાવ્યું હતું, તે વખતે શ્રી વીરપ્રભુના આત્મા ઉપર વિર ધારણ કર્યું હતું, તેથી વીરપ્રભુ ઉપર શવ્યાપાલકને આત્મા નેપાળ થયા અને તેણે પૂર્વભવ વૈર સંસ્કારોથી વિરપ્રભુના કાનમાં ખીલા ઠેકયા, શ્રી
For Private And Personal Use Only