________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३८ સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
- ~ ~ કે જેથી પગલિક સુખની રૂચિ સ્વયમેવ ટળી જાય છે. આત્માના સહજ સુખનો આસ્વાદ લીધાથી પિગલિક સુખની રૂચિ ટળે છે એવો નિયમ છે. હે આત્મન ! હારું આ પિતાનું સાધ્યલક્ષ્ય સમાધિ છે, માટે તેથી ચૂકીશ નહીં. હવે તો સમાધિમય ચારિત્ર માર્ગમાં વિશેષ વિશેષ પ્રકારે જીવન વહે એ તીવ્ર રૂચિભાવ ધારણ કર.
સંવત ૧૯૬૮ ના ભાદરવા વદ ૩ ને રવિવાર. તા. ર૯ મી
સપ્ટેમ્બર સને ૧૯૧૨ જેના વડે આખી દુનિયા અવબોધી શકાય છે, એવું જ્ઞાન જેનામાં રહ્યું છે એવા આત્માની ઉપાસના કરી, આત્મા જ પોતાના શુદ્ધ ધર્મ તરફ રૂચિ ધારણ કરીને પિતાને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આત્માની શક્તિ ગમે તે ઉપાયવડે પ્રગટાવવી એજ મુખ્ય લક્ષ્ય ભૂલવું ન જોઈએ. વિકલ્પસંકલ્પદશાથી આત્માની ખરી શાન્તિની સ્થિરતા રહેતી નથી. મનના વિકલ્પ સંક૯પના મહાભારત યુદ્ધમાંથી નિવૃત્ત થયા વિના ખરી શાતિને અનુભવ પ્રાપ્ત કરી શકાય નહીં. આત્માને ધર્મ ભૂલીને મનના રાગાદિ સંકલ્પવિકલ્પમાં ધર્મ માનીને દુનિયાના મનુષ્યો અહંવૃત્તિના સંસાર પ્રદેશમાં વારંવાર જન્મ મરણ કરે છે, અને રાગાદિ વિકલ્પવડે ધર્મની પરીક્ષા કરવામાં ભૂલ ખાઈને અહંવૃત્તિના પ્રદેશથી દૂર ખસી શકતા નથી. વિવિકટપદશા વખતે આત્મામાંથી જે સ્વાભાવિક જ્ઞાન પ્રગટે છે તેને અનુભવી જાણી શકે છે, પણ તેનું અન્યની આગળ વર્ણન થઈ શકતું નથી. રાગાદિ મનના સંકલ્પ વિકલ્પોને સમાવી દેવાથી આભામાં સતત સ્થિરતાના યોગે જે કંઈ અનુભવ પ્રગટે છે તે અલૈકિક હોવાથી જેઓને તેનું સ્વમ પણ ન આવ્યું હોય એવા દુનિયાના મનુષ્યો તે અનુભવ વાત સાંભળીને પણ કડછીની પેઠે બોધરૂપ સ્વાદરહિત હે માં કાઈ આશ્ચર્ય નથી. આત્માના ગુણપને જાણીને તેમાં નિરૂપારદા મણના કરવાથી આત્માની પરોક્ષભાવે પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિ ખરેખર અનુભવજ્ઞાનને મેળવી આપે છે.
For Private And Personal Use Only