________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
વામાં અર્હત્વની કલ્પના ન કરવી જોઇએ. અન્યને મદદ ન આપતાં જે અન્યાનાં સુખ સાધના પડાવી લેને અન્યજીવાને રાવરાવે છે, અને તેને કઇ દાન આપતા નથી, તેએ અધ માર્ગમાં ગમન કરીને પર્ભવમાં દુ:ખની પર પશુ પામે છે. પરવસ્તુની મદદ વિના એક શ્વાસેાશ્ર્વાસ લેવાની પણ જેનામાં તાશ્ચાત નથી એવા દુનિયાના નુષ્યાએ અહત્વ ત્યજીને અન્યાને સહાય આપવા જોઇએ.
×
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વિદ ૨ ને શનિવાર, તા. ૨૮ સપ્ટેમ્બર સને ૧૯૧૨.
For Private And Personal Use Only
૪૩૭
સમાધિમય ચારિત્ર પામવા માટે અધ્યાત્મજ્ઞાનના ઉંડા પ્રદેશમાં ઉતરવાની જરૂર છે, તેમજ અષ્ટાંગયાગ જ્ઞાન પ્રાપ્ત કરીને તે પ્રમાણે વવાની પણ આવશ્યકતા છે. મનમાં ઉઠતા રાગદ્વેષના વિકલ્પાથી મારૂ શુદ્ધાત્મ સ્વરૂપ ન્યા છે. રાગદ્વેષના વિક્લ્પ અને સંકલ્પાથી દૂર રહેવું અને તેમાંથી કેવત્તિ ઉઠાવી લેવી એજ મારા મૂળ ધર્મ છે. રાગ દ્વેષની વૃત્તિથીજ કર્મ રૂપ સસાર ઉઠે છે, અને રાગદ્વેષાના વિલયથી સસારતા અંત આવે છે. રાગ અને દ્વેષના વિકલ્પેાથી દૂર રહીને આત્માના ગુણામાં સ્થિરતા, એકતા, લીનતારૂપ રમણતા કરવા એજ સમાધિ છે, અને તે પ્રમાણે રમણુતા કરવી એજ આત્માના ધર્મ છે. હું ચેતન ! તું સમાધિદશામાં રહેવા માટે શુાપયેાગને આદર કર. લબ્ધિ સિદ્ધિનું મૂળ સમાધિ છે. સમાધિ સમાન અન્ય કોઇ ચમત્કાર નથી. વિભાવ દશાના ત્યાગ કરીને આત્માના મૂળ સ્વભાવમાં રમતા કરવીએ મહાન્ ચમત્કાર છે. કારણ કે આત્મસ્વભાવમાં રમણતા કરવાથીજ મેાક્ષ થાય છે. હે આત્મન્ ! દ્રવ્ય, ગુણ અને પચાવડે પેાતાનું મૂળ સ્વરૂપ વાર’વાર વિચારીને સમાધિમાં સ્થિરતા, રાગદ્વેષાદિ વિકલ્પેને હઠાવીને સમાધિ સુખમાં મગ્ન રહેવા અત્યંત તીવ્રતા રાખ. આત્માના શુધમાં રમણુતા રૂપ સમાધિને પ્રાપ્ત કર્યા વિના મેક્ષ થનાર નથી. આત્માના શુધમાં જે જે સ્મશે રમતારૂપ સમાધિ થાય છે, તે તે અ ંશે. મેક્ષ છે. હે ચેતન ! તું મેાક્ષમય છે. સમાધિરૂપ અમૃત ભોજનને વારંવાર સ્વાદ લીધા કર