________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
લોકે તે નિન્દા કરનારને વેધારી તરીકે ઓળખી શકે છે. સાધુ થઈને જે અન્યની હલકાઈ કરવા પ્રયત્ન કરે છે તે ગૃહસ્થો ઉપર પિતાના ગુણોની કેવી રીતે છાપ પાડી શકે ? ઈર્ષા અને નિન્દા વગેરે દોષોથી રહિત એવા સાધુઓને નમસ્કાર થાઓ.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વદિ ૧ ને શુક્રવાર, તા. ર૭ મી
સપ્ટેમ્બર. સને ૧૯૧૨. પગ જે હાથને મદદ ન કરે, અને હાથ જે પેટને મદદ ન કરે, અને પેટ જે અન્ય અંગોને મદદ ન કરે તો પરસ્પર સહાય વિના શરીર ઉભું રહી શકે નહિ. જગતમાં ધૂળની પણ આવશ્યક્તા સિદ્ધ કરે છે. છોને પરસ્પર એક બીજાનો ઉપકાર છે. રાજા ઉપર પ્રજાને ઉપકાર છે, અને પ્રજા ઉપર રાજાનો ઉપકાર છે. ગૃહસ્થો સાધુઓને મદદ કરી શકે છે, અને સાધુઓ જ્ઞાનાદિ ઉપદેશ વડે ગૃહસ્થોને મદદ કરી શકે છે. ચેલાઓ ગુરૂઓને મદદ કરી શકે છે, અને ગુરૂઓ ચેલાઓને મદદ કરી શકે છે. આ જગતમાં અન્યની સહાય વિના ઉભું રહી શકાતું નથી. અન્યના સહાય વિના એક ઘડી પણ જીવી શકાય નહીં. વાયુ બે એક ઘડી બંધ થઈ જાય તો દુનિયામાં હાહાકાર વ્યાપી જાય. જલ, અગ્નિ વિના ચાલી શકે તેમ નથી. આ ઉપરથી અભિમાન કરનારાઓએ સમજવું કે અભિમાન કવું એ કોઈ રીતે વ્યાજબી નથી. અન્યની સહાયતા વિના જીવી શકાતું નથી, ત્યારે મારે કયી બાબતનું અભિમાન કરવું જોઇએ. અજ્ઞાનાવસ્થામાં કોઈપણ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે, પણ જ્ઞાનદષ્ટિ થતાં અભિમાન એ શબ્દના અર્થનો ઉપયોગ કર વ્યાજબી જણાતો નથી. જગતમાં છે તેના કરતાં નવું કાંઈ પ્રાપ્ત કરી શકાતું નથી, કે જે વડે અભિમાન કરવું પગ્ય ગણાય. અન્યની સહાય લીધા વિન જીવી શકાતું નથી. જેથી આપણે અન્યોની સહાય લઈએ છીએ તેવી રીતે અન્યોને સહાય આપવારૂપ દેવામાંથી મુકત થવા અને સહાય આપવી જોઈએ. આપણી પાસે અને ન્યોને સહાય આપવા લાયક જે કંઇ છે તેમાં મમત્વ નહિ ધરતાં અન્યોને સવે આપવું જોઈએ. આપણી પાસે જે કંઈ અન્યના ભલા માટે છે તેમાં સર્વને હક છે, માટે ન્યાયને આદર કરીને તે પ્રમાણે વર્ત
For Private And Personal Use Only