________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત, આ કનકાઈ
નનન
४३० સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
འགའ་བའགགབ་ འབཞག་བབའ ཨ་འབའམ રાખવો પડે છે. મહાત્માઓના વિચારે અને તેમના હુકમોને ઈંગિત ચેષ્ટા એથી જાણવા પડે છે. મહાત્માઓનાં બાહ્ય વર્તનમાં હૃદયના આશય કેવા પ્રકારના છે તે જાણવા પડે છે. તનમનાદિથી મહાત્માઓની સેવા ઉઠાવવી પડે છે. મહાત્માઓની સરળ દિલથી સેવા કરવી પડે છે, અને કપટ ભાવને ત્યાગ કરવો પડે છે. તેઓના તરફ પૂજ્ય બુદ્ધિ અને પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન કરવી પડે છે, ભૂલચૂક થતાં ખરા અંત:કરણથી તેમની માફી માગવી પડે છે. તેમની આગળ અને તેમની પુઠ પાછળ એક સરખું ભકતપણું ધારણ કરવું પડે છે, તેમની તબીયત જોઈને વાત કરવી પડે છે, તેમના હૃદયની વાતે લેવાને માટે વિશ્વાસુ અને ગંભીર થવું પડે છે, સ્વાદ દોષોને હઠાવીને તેમના સદ્દવિચાર પ્રમાણે વર્તવું પડે છે, કુંભાર જેમ ઘડાને ટપલા મારીને પાંશરે કરે છે અને જેમ માટીથી માંડીને ઘડા પયતની સ્થિતિ જેમ ઘટને ભોગવવી પડે છે તેમ મહાત્માઓ તરફથી ધણી શિક્ષાઓ ભોગવવી પડે છે. આવી રીતે મહાત્માઓની સેવા કરતાં મહાત્માઓની નાભિમાંથી ઉઠેલા આશીર્વાદના યોગ્ય ભકતો બને છે. મહાત્માઓની સેવા કદિ નિષ્ફલ જતી નથી. પોતાની સાચી સેવાભક્તિના બળવડે મહાત્માઓનું હૃદય આકર્ષી શકાય છે. કદાપિ મહાત્માઓ હદયથી આશીર્વાદ ન આપે તે પણ સાચી સેવાભક્તિમાં એટલું બધું બળ છે કે તે ઈચ્છિત ફળ આપ્યા વિના રહેતી નથી. શ્રદ્ધાથી સેવાભક્તિ કરે તે તે નક્કી મળે છે.
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદ ૧૧ રવિવાર, તા. ૨૨ મી
સપ્ટેમ્બર, સને ૧૯૧૨, જ્યાં જ્યાં વિભૂતિ આપની ત્યાં પ્રાણ મારા પાથરૂં, તવ નામ પિયુષ પી ઘણું આનંદથી હસતે ફરું; તુજ નામને ગાતો ફરું શ્રવણે સુણાવું સર્વને, તુજ સદ્ગુણે પ્રસરાવવા જે જે બને તે સૈ કરું. તુજ પ્રેમથી અશ્રુ ઝરે એ અશ્રુને સાગર ભરૂં, એ અકાના સાગરવિષે ઝીલું ઝીલાવું સર્વને;
For Private And Personal Use Only