________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૨૮
ધ્યેય રૂપે ભાસ થવાથી આત્મા તે પરમાતમપણે અંશે અંશે પ્રગટ થવા પામે છે. જેનું ધ્યાન કરવામાં આવે છે તેની પ્રાપ્તિ થાય છે. આત્મામાં રહેલ પરમાત્મત્વનું ધ્યાન કરવામાં આવે તે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ધ્યાન કરનાર આત્મા ખરેખર એયરૂપે પરિણમી જાય છે. હું આત્મા પોતે જ પરમાત્મા છું એમ સ્મરણ થતાંજ માયાનું આવરણ ખસી જાય છે. અને આત્મામાં વિશાલદષ્ટિ ઉત્પન્ન થાય છે. હું આત્મા પોતે પરમાત્મા છું એવું ભાન થતાં પરમાત્માના ગુણોનું હૃદયમાં ચિંતવન થાય છે, અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાને ભાવ ઉત્પન્ન થાય છે. આત્મા એ પોતે પરમાત્મા છે એવું ભાન થતાં સત્ય સુખને પિતાનામાં વિશ્વાસ થાય છે, અને તેથી જડ વસ્તુઓમાં સુખની ઇચ્છાએ, અહંવૃત્તિ વગેરેને અધ્યાસ થયો હોય છે તેનો નાશ થાય છે. આત્મા હું પરમાત્મા છું એમ ભાન થતાં સર્વ પ્રાણીઓની સત્તાએ ઉત્તમતા સમજાય છે. આત્મા તેજ પરમાત્મા છે અને તે પરમાતમાં તેજ હું છું એવું ભાન થતાં તોડકું સારું ની રટના લાગે છે અને સોગંદું ની ધનમાં વિકલ્પ સંકલ્પ ટળી જતા અલોકિક સુખને ભાસ થાય છે. આવી જ્ઞાનપૂર્વક ની ધૂનમાં ઉંડા ઉતરીને મસ્ત બનેલા સ્યાદાદાગીઓ ચિત્તવૃત્તિને આત્મામાં રમાડીને પરમસુખને રસ આસ્વાદે છે.
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૧૦ ને શનિવાર તા. ૨૧ મી
સપ્ટેમ્બર સને ૧૯૧૨.
મુનિવરોની સેવા કરવાથી મુક્તિ માર્ગમાં વેગે ગમન કરી શકાય છે. મહાત્માઓ કે જે પરમાત્માના ભકત છે તેમની કૃપાથી ઈચછત ફળની સિદ્ધિ થાય છે. મહાત્માઓને અન્તની આંતરડીના આશીર્વાદ અર્થાત્ ખરા જીગરના આશીર્વાદ પોની પેઠે ફળ આપવા સમર્થ થાય છે, એ નિશ્ચય છે. મહાત્માઓની સેવા કરવી એ કાંઈ ખામાન્ય વાત નથી. મહાત્મા ( સાધુઓ ) ની સેવા કરતા પહેલાં તેમને હથ સેંપવું પડે છે, તેમની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, તેમનું હૃદય તેજ પતાનું હૃદય મા માને વર્તવું પડે છે, તેમનું હૃદય કોઈ પણ પ્રકારે ૧ દુઃખાય એ ઉપગ
For Private And Personal Use Only