________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલને વિચારો.
૪૨૫
કોને ખ અંત:કરણથી માફી આપ ! ખરેખર તેઓને હું માફી આપું છું, પૂજ્ય મુનિવરોને ભક્તિ અને બહુ માનથી ખમાવું છું, સાધ્વીઓને આ અભાવે ખાવું છું, શ્રાવકો અને શ્રાવિકાઓને ખપાવું છું અને તેના અપરાધની અંતઃકરણપૂર્વક મારી આપું છું અને ખમાવું છું. મારા અધિકાર પમાણે અને મારા અધિકારની દૃષ્ટિ પ્રમાણે સર્વજીવોની ના વર્તાવું હોય તેની પરમાત્માની પાસે માફી માગું છું. મન, વાણી અને કાયાના ચોગથી અન્ય જીવોની સાથે પ્રતિકુલપણે વર્તાયું હોય તેની માફી માગું છું, મારો આત્મા દેવસમાન સત્તામાં છે, તેની શુદ્ધતા કરવામાં જે પ્રમાદે સેવાયા હોય તેની આત્માની પાસેથી માફી માગું છું. આત્માને મેહની સંગથી પામર બનાવી જે કંઇ ભૂલો કરી હોય તેની આત્માની પાસેથી માફી માંગું છું, અને હવેથી આત્માની શુદ્ધિ કરવા ઉપયોગી થાઉં છું. જ્ઞાનાદિ પંચાચારવડે આત્માની પુષ્ટિ ન કરી હોય તેનો પશ્ચાત્ત કરું છું. હું વીતરાગ દેવ ! તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાને ભાવ છે, તમારી આજ્ઞાઓ બહુ પ્રિય લાગે છે, તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવ કંઈક કંઈક ભાવપૂર્વક પ્રયત્ન કરાય છે. તેમ છતાં આત્મા પગ અને આત્મવીયની મન્દતાથી જે કંઇ દોષ થયા હોય તેનો અંતઃકરણ પૂર્વક પશ્ચાત્તાપ કરું છું. હું હજી ભૂલને પાત્ર છું તેમ અન્ય જીવો પણ ભૂલને પાત્ર છે, તેથી અન્ય છ ઉપર પિતાના આત્માની સમાનદૃષ્ટિ ન રખાઈ હોય અને અન્યોને ધિક્કારષ્ટિથી દેખ્યા હોય તેની હે વીતરાગ ! મારી પાસે માફી માંગું છું, અને હવેથી સર્વ જીવોની સાથે આત્મ કથા વતવા પ્રયત્ન કરવા સંકલ્પ કરૂં છું. વામેમિ સવલ, જે जीवा खमंतु मे, मित्ती मे सबभूएसु वेरं मज्जं न केणइ ॥ १॥
For Private And Personal Use Only