________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
૪૨૩
જે શો હાલ થાય છે. તેઓને જૈન સિદ્ધાન્તની સાથે મુકાબલે કરવામાં આવે તો તુર્ત માલુમ પડશે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વોના દર્શાવનાર શ્રી વીર પભુ હતા. જૈન સિદ્ધાન્તોને ફેલાવો જેમ વિશેષ પ્રમાણમાં કરવામાં આવશે તેમ તેમ અન્યદર્શનીઓના સિદ્ધાન્તોની આગળ જૈન સિદ્ધાન્ત પોતાની ઉત્તમતા દર્શાવી શકશે. આત્મભોગ આપીને જૈન ધર્મની સેવા કરનારા નિઃસ્પૃહ સાનિઉપદેશકોની ઘણી જરૂર છે. પ્રથમ તે જૈન વિદ્વાનો લાખોની સંખ્યામાં ઉભા કરવા માટે મોટી મોટી પાઠશાળાઓ સ્થાપન કરવી. જૈનધર્મને હૃદયમાં રસ રેડનાર એવા ગુરૂકુળ સ્થાપવાં જોઈએ. હવે તો બેશી ન રહેતાં એટલે ફકત વાત કરીને આનન્દ નહિ માનતાં, જૈનેએ આગળ વધીને પિતાના બાપદાદાઓના બાપદાદાઓની પેઠે જૈન ધર્મની સેવામાં સર્વસ્વ અપર્ણ કરવું જોઇએ. ક્ષત્રિય જૈનાએ વણિકત્વ અંગીકાર કર્યો પશ્ચાત ખરું શિર્ય ઘણા ભાગે ખોયું છે, અને તેથી તેઓ પોતાના કુળને લજાવવા જેવી સ્થિતિમાં આવી પડ્યા છે. સિંહના પુત્રે સિંહ જેવાજ હેવા જોઈએ, એમ હૃદયમાં ધારણ કરીને ખરા અંતઃકરણથી આત્મભોગ આપીને જૈનધર્મને ફેલાવો કરવા કટિબદ્ધ થવું જોઈએ, જેનોએ આળસથી ઘણું ખાયું છે. આપણા જૈનધર્મનાં ત અન્યધર્મીઓનાં તત્ત્વોની હરિફાઇમાં સત્ય તરીકે આગળ તરી આવે છે.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૪ને શનિવાર. તા. ૧૪
મી સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ, આજથી આત્માના મન્દ વીર્યનું ઉત્કૃષ્ટ વીર્ય કરવા પ્રયત્ન કરું છું. પરમવીર્ય મય હું છું, અને સત્તામાં રહેલું મારું પરમવીર્ય પ્રગટાવવા પ્રયન કરું છું. મારા આમવી અશુભ વિચારો અને અશુભ આચારને ત્યાગ કરૂં છું. મારા આત્માની શક્તિને આત્મવીર્યના જુસ્સાથી પ્રગટાવું છું અને તેઓ અંશે અંશે પ્રગટ થતી જાય છે. આત્માના વિયે હું નિર્લેપ રહેવા સંકલ્પ કરું છું. મારા આત્મબળને ઉત્સાહ મને નવું જીવન અપે છે, અને નવીનભાવજીવન રસને ભક્તા બનું છું. આભ,
For Private And Personal Use Only