________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચાશે.
-
-
-
-
-
-
-
--
ધર્મની ક્રિયાઓમાં બાળજી પ્રવૃત્તિ કરીને પિતાની યોગ્યતા પ્રમાણે લાભ પ્રાપ્ત કરે એવી રીતે તેમને મદદ આપવા પ્રયત્ન કરે. પોતાના જ્ઞાન પ્રમાણે પિતાને જે રૂચે તે અન્યોને ન રૂચે, કારણ કે સર્વની રૂચિ એક સરખી હોતી નથી. જે મનુષ્યને જે ધર્મ ક્રિયામાં રૂચિ થતી હોય તેને તેમાં જેડ, અને ધર્મની ક્રિયાનું સમ્યફ સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરે. અધ્યાત્મજ્ઞાનિયેએ નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં ધારણ કરીને વ્યવહારને સમ્યમ્ વિધિએ પાળ કે જેથી સ્વ પરને વિશેષ પ્રકારે લાભ મળી શકે. અધ્યાત્મજ્ઞાનિયે બકરાં તળીને સિંહ જેવા થાય છે, તેથી વાડાના બંધનમાં રહેવાને તેઓ ઈચ્છા કરતા નથી; તો પણ જગતના અન્ય વ્યવહાર બંધનમાં બંધાઈને રહેતા હેય તાવત્ ધર્મના વ્યવહારિક બંધ. નાની અપેક્ષાએ બંધાઈને રહેવું જોઈએ. વ્યવહારનયની દૃષ્ટિથી જનશાસનની ઉન્નતિ અર્થે જૈનશાસનનાં કાર્યો કરનારાઓ ધર્મના ખરેખર સેવકો છે એમ જાણુને તેઓનાં ધાર્મિક કૃત્યોમાં અધ્યાત્મજ્ઞાનિયાએ પિતાની દૃષ્ટિથી તે ભિન્ન જાણીને તેમાં વિક્ષેપ કરવો નહીં, અને તેમના અધિકારથી તેઓ ભ્રષ્ટ થઈ ધર્મકાર્યો કરવામાં નિરૂત્સાહી બને એવો ઉપદેશ દેવો નહીં. અધ્યાત્મજ્ઞાનિયાએ વ્યવહાર ધર્મ કાર્યોને વ્યવહાર દષ્ટિથી કરવાં અને તેનાં સૂક્ષ્મ રહસ્યને અધ્યાત્મષ્ટિથી વિચારવાં.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૩ શુક્રવાર, તા. ૧૩ મી
સપ્ટેમ્બર ૧૯૧૨, અમદાવાદ, પાશ્ચાત્ય કેળવણીને એટલો બધે પવન ફૂંકાય છે કે તેને પાર પામી શકાય નહીં. પાશ્ચાત્યાની કેળવણી ધર્મના પાયાને હલાવી દે છે. અને તેની ભવિષ્યમાં જૈનેને અસર ન થાય તે પહેલાં સાયન્સની રીતિએ જનતાની સિદ્ધિ બતાવનાર ગ્રન્થ રચવાની જરૂર જણાય છે. સાયન્સની સામા ટકી રહેનાર જૈન સિદ્ધાન્ત છે પણ તેને પ્રચાર કરવા પ્રયત્ન કરવો જોઇએ. જૈન સિદ્ધાન્ત પ્રમાણે તને ઉપદેશ આપનારા અને સાયન્સની સાથે જેને ફીલોસોફીને મુકાબલો કરીને જેનધર્મની સત્યતા દર્શાવનારા લાખ વિદ્વાન બનાવવાની જરૂર છે. સાયન્સ વિઘાથી
For Private And Personal Use Only