SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે. કરચાં અને મરચાં જેવું થાય તો તેમાં જાતિનિંદા, દ્વેષ, કલેશ વગેરેને સંભવ થાય, અને તેથી નીતિમાથી પણ ભ્રષ્ટ થવાય. અને આગળ ઉચ્ચ સદ્ગણોના માર્ગે જતાં પાછું પડવાનું થાય એ વાત લક્ષ્યમાં રાખવા જેવી છે. જિનદર્શનનું પાસીફિક મહાસાગર કરતાં અનતગણું મોટું પેટ છે. અને તે એમજ જણાવે છે. ધર્મના મતભેદો છતાં કોઈપણ જીવપર આંખ લાલ કરીને જેવું નહિ. કોઈપણ ધર્મ એવો નથી કે તેમાં મતો ન પડ્યા હોય. અન્ય ધર્મવાળાઓએ મતભેદથી જાતિદેષ કરીને, તરવારથી લડીને, લોહીની નદીઓ વહેવરાવી છે, અને જેનદર્શનમાં તો દયા ક્ષમા અને ધર્મભેદ છતાં જાતિષને અત્યંગ વેગ ન હોવાથી ધર્મ મતભેદથી તરવારો વડે મહાયુદ્ધો થયાં નથી. માટે આખી દુનિયામાં ઉત્તમોત્તમ એવો જૈનધર્મને ફેલાવો કરવા આર્ય લોકોએ પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી આખી દુનિયામાં સણોનું રાજ્ય ખીલવા માંડે. સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૧ ગુરૂવાર, તા. ૧૨ મી સપ્ટેમ્બર ૧૯૧ર. અમદાવાદ. અધ્યાત્મજ્ઞાનિયાએ અધ્યાત્મજ્ઞાનમાં આગળ વધવા પ્રયત્ન કર, પણ વ્યવહાર માર્ગને નાશ થાય એવી પ્રરૂપણ કદી અધ્યાત્મની ધૂનમાં ચઢી જઈને કરવી નહીં. અધ્યાત્મજ્ઞાનિયોએ આગમ વચનોના દરેક આશયને જાણવા અને અપેક્ષાએ જણાવેલા આગમોના આશયને સત્ય તરીકે સ્વીકારવા, અધ્યાત્મજ્ઞાનિયાએ વ્યવહારમાર્ગને અનુસરીને બાહ્યથી ચાલવું કે જેથી તેઓના વચનની જનસમાજ ઉપર અસર થાય. અધ્યાત્મ જ્ઞાન એ પારા જેવું છે, તેને પચાવવાથી આત્માની ઘણું પુષ્ટિ થાય છે, અને જો તેને પચાવવામાં નહીં આવે તે હાનિ પણ વિશેષ પ્રમાણમાં કરે છે. વ્યવહાર માર્ગના સદાચરણને મજબૂત પાયે રચીને તેના ઉપર અધ્યાત્મજ્ઞાનનો મહેલ બાંધવામાં આવે તે કદી તે પડે તે ભય રહે નહિ. અધ્યાત્મજ્ઞાનિયાએ ધમની વ્યવહાર ક્રિયાઓ કરનારાઓને ધર્મ ક્રિયા કરતાં અટકાવવા નહિ પણ તેઓને પિતાના આત્મસમાન ગણીને તે તે ક્રિયા દ્વારા થતા લાભ અને ક્રિયાનું સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરો. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy