SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. હદયમાં નથી તે જૈન ગણાય જ નહિ. જેનાગોની શ્રદ્ધા જેના હૃદયમાં હાડોહાડ વ્યાપી રહી છે, તે ખરેખર જૈન છે. જે જે જમાનાને અનુસરીને સુધારાવધારા કરવા હોય તે પણ આગમો અથત સૂત્રોથી અવિરૂદ્ધ કરવા. જે જેનસૂને માને છે અને સૂત્ર વિરુદ્ધ ભાળું કરતો નથી તે જૈન સમજો. જે મનુષ્ય સૂત્રોનું પરિપૂર્ણ જ્ઞાન કર્યા વિના ઈિ અન્યદર્શનીના ભરમાવ્યાથી જૈનાગમોમાં શંકાઓ કરે છે, અને જેનાગને પાર પામવા પ્રયત્ન કરતો નથી તે ખરેખર વિપરીત માર્ગ તરફ પ્રયાણ કરે છે. જેનામોની શ્રદ્ધા ધારણ કરીને સ્વવિકલ્પધારી સાધુને ગુરૂ માની ગૃહસ્થ જૈનોએ પોતાના અધિકાર પ્રમાણે ધર્મકરણી કરવી. સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૦)) બુધવાર તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ, વારંવાર હૃદયમાં વિચાર કરીને પ્રથમ તો એટલું વિચારવું કે કઈ જીવની સાથે વિરની પરંપરાન બંધાય, ધર્મના મતભેદથી અન્યમતિ ઉપર પણ દ્વેષ ન પ્રગટે એ લક્ષ્યમાં રાખવું જોઈએ. પિતાનાથી ભિન્નમત ધારકે ઉપર મૈત્રીભાવના રહે એવા ઘણું પ્રસંગે પ્રાપ્ત થતાં પણ મતભેદના વિચારો સામ પિતાના સદવિચારો જણાવવા, પણ મતભેદ ધારક વ્યક્તિ પર ધ, દેહ વગેરે પ્રગટ ન થાય તેમ વર્તવું. મૂઢ છો કે જે પોતાનું બળ જંગલીયોની પેઠે ગમે તેવા અન્યાય માગ તરફ વાપરે છે. તેઓ પિતાનાથી ભિન્ન ધર્મમત ધારણ કરનારાઓનું મૂળમાંથી નિકંદન કરવા પ્રયત્ન કરે છે, અને તેઓ પાડાને ઠેકાણે પખાલીને ડામ દે છે. જેનશાસનમાં જૈનધર્મથી ભિન્ન ધર્મ ધારણ કરનારાઓનું પણ અશુભ ચિંતવવાનું કહ્યું નથી તેથી જૈનધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. જૈન ધર્મમાં સર્વ જીવોને ખમાવવાનું લખ્યું છે. જૈનદર્શન ફરમાવે છે કે ધર્મ મતભેદના વિચારોથી કોઈના પ્રાણ નાશ કરવાનો પ્રયત્ન ન કરે જોઈએ. ધર્મની સત્યતા માટે વાદી અને પતિવાદી ભલે દિવસના દિવસો પર્યત સભ્યરીતિ પ્રમાણે ન્યાયથી ચર્ચાઓ કરીને સત્યતા જણાવવા પ્રયત્ન કરે એમાં વાંધો નથી, પરંતુ ન્યાયની રીતને ત્યાગ કરીને ચર્ચાના ઠેકાણે For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy