________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
દબાણથી વા કવિરૂદ્ધથી મને તે શ્રદ્ધામાં બેસે છે–ચે છે એમ થવું તે સત્યની બહાર છે. જે વચનો પિતાને ન રૂચે વા શ્રદ્ધામાં ન બેસે તેનાં આન્સર રહસ્યો જાણવા પ્રયત્ન કરે એ સત્યની પાસે જવા એડ ઉપાય જાણો. જે જેને પિતાની સ્વચ્છતા પ્રમાણે પ્રવર્તે છે અને ગુણો વિના મોક્ષને ધાર ઉઘાડવાનો ફાં રાખે છે તેઓ નામથી જેનો જાણવા,
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૧૩ સેમવાર તા. ૯ મી
સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ, સાધુઓ નિસ્પૃહદશાથી રહિત થાય છે, તેમ તેમ તેઓ ગૃહસ્થના પ્રતિબંધમાં આવતા જાય છે. ગૃહસ્થની સ્પૃહા રાખવાથી તેઓના અનુકૂલ રહેવું પડે છે. ગૃહસ્થના કહેવા પ્રમાણે વર્તનારા સાધુઓ પિતાની પદવીની શોભા ઘટાડે છે. ગૃહસ્થો ગમે તેવા હેય પણ સાધુઓની પદવી કરતાં તે નીચા છે. અન્યદર્શનીમાં પણ કહ્યું છે કે વિષ્ણુ ભગવાન પણ સાધુઓને પગે લાગતા હતા, અને સાધુઓની ભક્તિ કરતા હતા. સાધુએ કદિ પરતંત્રતા સ્વીકારવી નહિ. સાધુઓને એવો આચાર સ્થાપન કરવામાં આવ્યા છે કે જેથી ગૃહસ્થાની સ્પૃહા રાખવામાં આવી શકે નહિ. ઉપાધિ રહિત સાધુની દશા છે. સાધુઓ પિતાના ધર્મ પ્રમાણે વર્તીને પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરી શકે છે. ખરા સાધુઓની દુનિયામાં ઘણી જરૂર છે. સાધુઓ પિતાની સ્વસ્વભાવરમણતારૂપમસ્તાનદશામાં વર્તે છે, તેથી આખી દુનિયામાં તેમના કરતાં કોઈ સુખી અન્ય નથી. ઉપાધિ દ્વારા મનમાં થનાર ચિતા, ચંચલતા, ભય, કલેશ, અને સ્પૃહા વગેરેથી મુક્ત એવા સાધુઓ સહજ સુખરૂપ સ્વર્ગના ભેગીઓ જાણવા. સાધુઓ વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે ઉપકરણ રાખે છે પણ તેમાં તેઓનું મમત્વ નહિ હોવાથી વ્યવહાર દશાએ નિષ્પરિગ્રહી ગણાય છે. સાધુપદ ગ્રહણ કર્યું હોય તેમજ જૈન સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હેય, ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ કરી હોય, અને અપ્રતિબદ્ધપણે વિહાર થતા હોય તો સાધુના મનમાં પ્રગટતા આનંદને કોઈની ઉપમા આપી શકાય નહિ. સાધુઓ આખી દુનિયામાં સવિચારો અને સદાચારો ફેલાવે છે. પ્રભના તે ખરા ભકતો છે. પ્રભની આજ્ઞા
For Private And Personal Use Only