________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારો
૪૧૫
કરતાં, આત્માને આત્મ સ્વરૂપે જોવાનો ઉપયોગ ધારણ કર. ક્ષણે ક્ષણે કયા કયા ભાવમાં પરિણમન થાય છે તેને ઉપગ ધારણ કર. આત્માની શુદ્ધતા થાય તે ઉપગ રાખ.
સંવત ૧૯૬૮ ને શ્રાવણ વદિ ૧૦ શુકવાર. તા. ૬ ઠી
સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ
ધર્મી મનુષ્યને ધર્મના કાર્યોમાં ઉત્સાહ આપવાથી કાર્ય કરવામાં ઘણું જેર પ્રાપ્ત થાય છે. ધર્મના ઉપદેશકને અને ધર્મના લેખકોને ઉત્સાહ આપે. યોગ્ય સુધારા કરનારાઓને ઉત્સાહ આપ, ધર્મને ફેલા કરવામાં જે જે મનુષ્યોએ આત્મભોગ આપ્યો હોય તેઓની સેવાની કદર કરવી, અને તેઓને ઉપકાર માન. ઉત્તમ લેખકોની પ્રશંસા કરી તેમને ઉત્સાહ આપ્યા કરે, વ્રત પાળનારને વ્રત પાળવામાં ઉત્સાહ આપ, શોધકોને શોધ કરવામાં ઉત્સાહ આપ, ત્યાગીઓને ત્યાગમાં ઉત્સાહ આપવો, ધ્યાનીઓને ધ્યાનમાં ઉત્સાહ આપવો, વિશાલદષ્ટિધારકોને વિશાલષ્ટિ ધારણ કરવામાં ઉત્સાહ આપવો, લેખકોને લેખકે સાથે સંબંધ જોડી આપ, ઉપદેશકોને ઉપદેશકોની સાથે સંબંધ જોડી આપ, એક જાતના બે વિચાર કરનારાઓ જે ભેગા થાય છે તે અગીયારગણું જોર વધે છે. યોગીની સાથે યોગીનો સંબંધ જોડી દે, સિદ્ધાતિકની સાથે સૈદ્ધાતિકને સંબંધ જોડી દેવો, પત્રકારોની સાથે પત્રકારનો સંબંધ જોડી દે. કોઈ પણ મનુષ્યધર્મનું કૃત્ય કરવામાં નિરૂત્સાહી બન્યો હોય તે તેને ઉત્સાહ આપીને-શૂર ચઢાવી તે ધર્મકાર્યમાં સ્થિર કરે. જે મનુષ્યમાં મુખ્ય ગુણ હોય તે ગુણને અન્ય લાભ લે તેવી રીતે વ્યવસ્થા કરવી. ધર્મી મનુષ્યને ધર્મમાં ઉત્સાહ આપીને પડતાં વારવા. ધર્મી મનુષ્યોને મદત કરવી, અને તેના દુઃખમાં ભાગ લેવો. ધર્મી મનુષ્ય પોતાની પાસે આવે તો દેવતાની પેઠે તેને સત્કાર કરવો. ધર્મિમનુષ્યોને જમાડીને જમવું, અને તેમની પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી. કોઈ પણ જૈનબધું પિતાની પાસે આવે ત્યારે પિતાનામાં અને તેનામાં ભેદભાવ રાખવે નહિ. કોઈ પણ સ્વધર્મ મનુષ્યોને અનાદર કરે તે ખરે ધર્મ નથી. સ્વ.
For Private And Personal Use Only