________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૧૧
રાગ અને દેશના પરિણામયોગે મતિજ્ઞાનરૂપ આગબોટમાં ગાબડાં પડી જાય છે. રાગદ્વેષને પરિપૂર્ણ નાશ કરવાથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે. રાગદેષને નાશ કરનાર વીતરાગદેવના પગલે ચાલીને રાગદ્વેષથકી રહિત આમાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. આત્મા તે પરમાત્મા છે, એમ સંગ્રહનય સત્તાથી અવબોધ્યું એટલા માત્રથી કંઈ આત્મા પરમાત્મા બની જતો નથી, પણ શુદ્ધ વ્યવહારધર્મની આરાધના કરીને આત્માની પરમાત્મદશા કરવામાં અંતરાય કરનાર એવાં કર્મ છે, તેને નાશ છે. કરવાથી આત્મા તે પરમાત્મા થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની પરમાત્માદશા કરવા માટે સંવર અને નિર્જરા તત્ત્વની આરાધના કરવી જોઈએ. આમ આત્મા એમ બેલવા માત્રથી કંઈ આત્માને પરમાત્મા બનાવી શકતો નથી, પણ આત્માના ગુણે જે જે ભાગે પ્રકટ થાય છે તે માર્ગે પ્રવતવાથી આત્માની પરમાત્મદશા થાય છે. મેહને સામું યુદ્ધ કરવાથી આત્માની ક્રમે ક્રમે શુદ્ધતા થતી જાય છે, અને છેવટે પરિપૂર્ણ શુદ્ધતા થતી જાય છે. આત્માની પરમાત્મદશા કરવામાં રાગ અને દ્વેષ સામે આવીને સાધકને વિદ્યા કરે છે. માટે હે ચેતન ! તરવારની ધાર પર ચાલ. વાના કરતાં અત્યંત કઠિન એવા મોક્ષમાર્ગમાં જે જે ઉપાયથી રાગઠેષને ક્ષય થાય તે તે ઉપાયોને ધારણ કરીને કર્તવ્યનિષ્ઠ થા. રાગ અને દેશના પરિણામથી રહિત એવી બુદ્ધિ પ્રાપ્ત કરીને આત્માને ધર્મ પ્રાપ્ત કરવા તીવ્રભાવના ધારણ કર !
સંવત ૧૯૯૮ ના શ્રાવણ વદિ ૭ મંગળવાર. લા. ૩
જી સ મર ૧૯૧૨, અમદાવાદ.
હાલમાં શ્વેતાંબરે અને દિગંબરના મતભેદોની કેટલીક ચચાઓની ઉદીરણા કરીને લેશની વૃદ્ધિ કરવી તે યોગ્ય નથી. જમાને ઓળખી પ્રવર્તવાની જરૂર છે. શ્વેતાંબરની અને દીગંબરની ચર્ચાઓ અને કલેશથી જૈનની પડતી થઈ અને હિંદુઓની સંખ્યામાં વધારો થયે. થાન વાસીઓની સાથે પણ સનાતન મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનોને લાભશન્ય મતભેદની ચર્ચાઓની ઉદીરણ કરીને લેશ કરે એ કઈ રીતે ચગ્ય નથી.
For Private And Personal Use Only